ભાજપની ચિંતન શિબિર –શેનું મંથન કોનું ચિંતન?

0
121
Advertisement
Loading...

રાજવી નગરી વડોદરામાં આજથી સરકારી ચિંતન શિબિરનો આરંભ થઇ રહ્યો છે. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીથી લઈને સરકારમાં ફરજ બજાવતા તમામ ઉચ્ચ અધિકારીઓ એક જ સ્થળે પડાવ નાંખીને સરકારની કામગીરીની ચિંતા કરવાના છે કે પછી ૨૦૧૯નિ ચૂંટણીઓ ની ચિંતા કરશે? આ ચિંતન શિબિરમાં પ્રજાના સુખાકારીની ખરેખર કોઈ ચિંતા કે મંથન થાસે કે કેમ તેવા પ્રશ્નો પણ રાજકીય ક્ષેત્રે થઇ રહ્યાં છે.

રાજકીય નિરીક્ષકો કહે છે કે આ અગાઉ મોદી સરકારમાં કેટલીય ચિંતન શિબિરો થઇ,મંથન થયું ,ચર્ચાઓ થઇ, યોગા થયા છતાં ગુજરાતના પ્રશ્નો તો એના એ જ રહ્યાછે . ચિંતન શીબીરો છતાં પીવાના પાણી તંગી સર્જાઈ. ચિંતન શિબિરો છતાં ખેડૂતો ના પ્રશ્નો હતા ત્યાને ત્યાં જ છે. તો પછી અગાઉની ચિંતન શિબિરો માં ક્યા પ્રશ્નો ઉપર ચર્ચા થઇ અને વડોદરામાં યોજાઈ રહેલી ચિંતન શિબિરમાં પણ ભૂતકાળ નું પુનરાવર્તન થશે કે ખરેખર પ્રજાના પ્રશ્નો અને પ્રજાની ચિંતા માટેની જન ચિંતા શિબિર બની રહેશે?

રાજકીય નિરીક્ષકો કહે છે કે આવી ચિંતન શિબિરોમાં લોકોની સમસ્યાઓ પર ચિંતન થવું જોઈએ. આજે મોંઘવારીએ માઝા મૂકી છે. શિક્ષણમાં ફી વધારાને લઈને લાખો વાલીઓ ચિંતિત છે. તેમની ચિંતાનો પડઘો ચિંતન શિબિરમાં પડવો જોઈએ કે પડશે? તેઓ એમ પણ કહે છે કે લોકસભાની ચૂંટણીઓ નજીકમાં છે.ભાજપને ફરીથી ૨૬ બેઠકો મળશે કે કેમ તેના રાજકીય ચિંતન અધિકારીઓથી દુર જઈને સીએમ અને મંત્રીઓ કરશે ? સરકારી બોર્ડ નિગમોમાં નિમણુંકો નહિ થતાં પક્ષમાં ભારે નારાજગી છે તો આ ચિંતન શિબિરમાં કોને ક્યા મુકવા તેની પણ ચર્ચા થઇ શકે.છેલ્લા ઘણા સમયથી મોટા ભાગના મહત્વ ના બોર્ડ નિગમો અધિકારીઓથી ચાલી રહ્યા છે.

નિરીક્ષકો કહે છે કે આવી ચિંતન શિબિર અધિકારીઓની સાથે યોજવાને બદલે ભાજપ અને સરકાર લોકોની વચ્ચે જઈને તેમની સાથે પલાંઠી વાળીને બેસાય તો જ તેમની સમસ્યા જાણી શકાશે. ઉચ્ચ અધિકારીઓ પ્રજાની વચ્ચે જતા નથી. તેમની પાસે લોકો નો મુડ પારખવાની રાજકીય શક્તિ કે સુઝબુઝ હોતી નથી. કમલમ માં બ્લોક દરબાર કે જીલ્લા મથકોએ લોકોની વચ્ચે જાય તો ખબર પડે કે ખરેખર રેશનિંગની દુકાનમાં રાશન મળે છે કે નહિ તે જાણી શકાશે. ચિંતન શિબિરનો રિપોર્ટ પ્રજા ને અપાય તો ખબર પડે કે ખરેખર કેટલું ચિંતન થયું. પ્રયાસ સારો છે પણ નવો કે નવતર નથી. અગાઉ આવી ચિંતન શિબિર થઇ એટલે યોજાઈ જોઈએ એમ જો માનીને મળી રહી હોય તો ચૂંટણીના પરિણામો પછી ફરીથી ચિંતન શિબિર યોજવી પડશે કે શું?

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here