પાર્ટી વિરૂદ્ધ કાર્યવાહી કરતા પ્રમુખ અને પૂર્વ પ્રમુખ સહિત ૯ કાર્યકરો સસ્પેન્ડ
Advertisement
Loading...
(GNS) ગાંધીનગર, નગરપાલિકાની ચૂંટણીને લઈને કરજણમાં ભાજપમાં ઘણાસાણ મચ્યુ છે. ત્યારે હવે પાલીકાના વર્તમાન પ્રમુખ અને પૂર્વ પ્રમુખને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પાર્ટીના વિરૂદ્ધમાં અપક્ષમાંથી ઉમેદવારી કરવામાં આવતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભાજપ જીલ્લા પ્રમુખ દ્વારા પ્રાથમિક પદેથી કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ૯ જેટલા ભાજપના કાર્યકરોને પણ પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, નગરપાલિકાની ચૂંટણી માટે સ્થાનિક નેતાઓ થનગની રહ્યા છે. ૧૭ ફેબ્રુઆરીએ ૭૫ નગરપાલિકા માટે મતદાન યોજાશે અને ૧૯મી ફેબ્રુઆરીએ મત ગણતરી હાથ ધરવામાં આવશે. ત્યારે ચૂંટણીપૂર્વે પક્ષમાં ઘમાસાણને લઇ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
Advertisement
Loading...