ભાજપના એક ધારાસભ્યના વેવાણ જુગાર રમતાં ઝડપાયા.

0
172
BJP MLA's ex-gambling player got arrested
Advertisement
Loading...

(GNS) ગાંધીનગર, ભાજપના એક ધારાસભ્યના વેવાણ જુગાર રમતાં ઝડપાયા રાજકારણ ગરમાવો આવી ગયો છે. ભૂજના ધારાસભ્ય નિમા બહેન આચાર્યને હજુ સોમવારે જ મોરબી કોર્ટે એક વર્ષની સજા ફટકારી છે, ત્યાં હવે તેમના કૌટુબિક વેવાણ ગાંધીધામ ખાતે પોતાના મકાનમાં જુગાર રમતાં ઝડપાઇ ગયા, પોલીસે જ્યારે દરોડ પાડ્યા ત્યારે જુગારની મહેફિલમાંથી મકાન માલિક મહિલા સહિત ત્રણ મહિલા ઝડપાઇ હતી જ્યારે એક મહિલા અને પુરુષ ભાગી છુટ્યા હતા. મળતી માહિતી પ્રમાણે, ગાંધીધામ પોલીસ ડિવીઝન પોલીસે જણાવ્યું કે, શહેરના ગુરુકુળ વોર્ડ૧૦/ એન સિન્ધુ વર્ષાના પ્લૉટ નં. ૨૩૬ બ્લૉક-૯ ખાતે રહેતા આરોપી જયશ્રી દિલીપ ઢાલાણીના મકાનમાં જુગાર રમાતો હોવાન બાતમીના આધારે પોલીસ દરોડા પાડ્યા હતા.

મકાન માલિક જયશ્રી ઢાલણીન સાથે નલીન અશોકકુમાર લાચંદાની પ્લૉટ નં.૧૬૭, ગુરુકુળ વોર્ડ નં.૭/ બી ગાંધીધામ, તથા માકબાઇ કરશન ગઢવી નવી સુંદરપુરી, આહિરવાસ, ગાંધીધામ. જુગાર રમી રહ્યાં હતા. તેઓને પોલીસે પકડી પાડ્યા હતા. જુગાર રમી રહેલી અન્ય મહિલાઓ જાનવી ઉર્ફે ગુડ્ડી, તથા રજાક આગરીયા, ગાંધીધામ, નામના બે આરોપીઓ ભાગી ગયા હતા. પકડાયેલા આરોપીઓના કબજામાંથી રોકડા ૨૪૧૦૦ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા. આ જુગારના કારણે રાજકીય માહોલ પર ગરમાયો હતો, કેમકે જુગાર રમતા ઝડપાયેલા આરોપી જયશ્રી ઢાલાણી ધારાસભ્ય નિમા આચાર્ય તથા તેમના ભત્રીજા તથા પ્રદેશ યુવા ભાજપન કન્વિનર ધવલ આચાર્યના કૌટુંબિક વેવાણ થતા હોવાનુ બહાર આવ્યું છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here