જાણો અલ્પેશ ઠાકોર માટે શું લેવાયો મોટો નિર્ણય

0
519
Advertisement
Loading...

બુધવારના રોજ OBC સમાજના યુવા નેતા અને કોંગ્રેસની ટિકિટ પરથી રાધનપુરમાં ચૂંટણી જીતેલા ધારાસભ્ય અલ્પેશ ઠાકોર કોંગ્રેસના અન્ય મોટા નેતાઓ સાથે કોંગ્રેસના પ્રેસિડન્ટ રાહુલ ગાંધીને મળવા માટે દિલ્હી પહોંચ્યા હતા. જે પાછળનું કોઈ ચોક્કસ કારણ સામે નહોતું આવ્યું. પરંતુ આજે આ રહસ્યમય મીટિંગ પરથી પડદો ઉઠી ગયો છે અને એવું કહેવામાં આવે છે.

રાહુલ ગાંધીની મુલાકાત બાદ અલ્પેશ ઠાકોર હવે ગુજરાતની રાજનીતિથી નેશનલ પોલિટિક્સમાં એન્ટ્રી કરશે. કોંગ્રેસ પ્રેસિન્ડટ રાહુલ ગાંધીની મુલાકાત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સૂત્રો મુજબ આવતા મહિને બની રહેલી રાહુલ ગાંધીની ટીમમાં અલ્પેશ ઠાકોરનો સમાવેશ કરવામાં આવશે. રાહુલની ટીમમાં અલ્પેશ ઠાકોર ગુજરાતથી કોંગ્રેસનું નેતૃત્વ કરશે. 2019ની લોકસભા ચૂંટણીમાં પણ રાહુલ ગાંધી અલ્પેશને લડાવે તેવી વાત સામે આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, અલ્પેશ ઠાકોર, કુંવરજી બાવળીયા, અશ્વિન કોટવાલ, પૂંજાભાઈ વંશ, અમિત ચાવડા, હિંમતસિંહ પટેલ વગેરે રાહુલ ગાંધીને મળવા પહોંચ્યા હતા. આ સાથે જ કોંગ્રેસના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર ઉપરાંત અન્ય પૂર્વ ધારાસભ્યોએ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here