વરરાજા પણ ટ્રકમાં જ પરણવા જવાનો હતો, પણ છેલ્લી ઘડીએ શું થયું ? જાણો

0
5911
Advertisement
Loading...

બોટાદના ટાટમ ગામે જાન લઈને જતાં ટ્રકને અકસ્માત નડતાં વરરાજાના માતા-પિતા અને ભાઇ સહિત 27 જાનૈયાના મોતથી લગ્નનો માહોલ માતમમાં ફેરવાઇ ગયો છે.

જોકે, હાલ લગ્નવિધિ શરૂ થઈ ગઈ છે. આ અકસ્માત અંગે ચોંકાવનારી વિગતો સામે આવી છે. મળતી વિગતો પ્રમાણે વરરાજા પણ આ જ ટ્રકમાં જવાનો હતો. જોકે, છેલ્લી ઘડીએ પ્લાન ચેંજ થતાં તેનો જીવ બચી ગયો છે.

આ અંગેની વિગતો એવી છે કે, પાલિતાણાના અનિરાના કોળી યુવક વિજય વાઘેલાના આજે બોટાદના ટાટમ ખાતે લગ્ન હતા.

વરરાજા સાધારણ પરિવારનો હોવાથી પરિવારે જાન લઈને જવા માટે એક ટ્રક બાંધ્યો હતો. આ જ ટ્રકમાં બેસીને વરરાજા પણ પરણવા જવાના હતા.

જોકે, છેલ્લી ઘડીએ વરરાજને કારની વ્યવસ્થા થતાં તેઓ વહેલી સવારે કારમાં બેસીને બોટાદના ટાટમ ખાતે આવી ગયો હતો.

બીજી તરફ આખો પરિવાર અને સંબંધીઓ ટ્રકમાં બેસીને ટાટમ આવી રહ્યા હતા, ત્યારે રાજકોટ-ભાવનગર હાઈ-વે પર આવેલા રંઘોળા પાસે 20 ફૂટ ઊંચા બ્રિજ પરથી ટ્રક નીચે ખાબક્યો હતો.

ટ્રક નીચે ખાબકતાં ટ્રકમાં સવાર 65થી વધુ લોકોમાંથી 12 પુરુષો, 10 મહિલા અને પાંચ બાળકોનો સમાવેશ થાય છે.

આ ટ્રકમાં વરરાજાના માતા-પિતા, ભાઈ-ભાભી અને બહેન પણ હતા, જેમાંથી માતા-પિતા, દાદી અને બેહનના મોત થયું છે, જ્યારે 35થી વધુ ઘાયલ થયા છે. જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here