ભારત બંધ: 10 રાજ્યોમાં અસર, 4ના મોત; બિહારમાં નવજાતનો જીવ ગયો

0
465
Advertisement
Loading...

SC-ST એક્ટમાં બદલાવના વિરોધમાં આજે દલિત સંગઠનો દ્ધારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં પણ દલિત સંગઠનો દ્ધારા સુપ્રીમ કોર્ટના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યું હતું. દલિતો દ્ધારા વાડજમાં વેપારીઓને ફૂલો આપીને દુકાનો બંધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ગઇ રાત્રીએ બુટભવાની મંદિર પાસે કેટલાંક શખ્સોએ AMTS પર પથ્થરમારો કર્યો હતો અને તેમાં આગ ચાંપી હતી. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

દલિતોએ અમરાઈવાડીમાં ફેકટરી બંધ કરાવી હતી. વિરોધને પગલે સારંગપુર એએમટીએસ બસડેપો મુસાફરો માટે બંધ કરવામાં આવ્યો હતો

અમદાવાદના દાણીલીમડામાં રસ્તા પર બેસી દલિતોએ સુપ્રીમ કોર્ટના નિર્ણયનો વિરોધ કર્યો હતો જેને પગલે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.

ચાંદખેડા અને વાડજમાં પણ વિરોધપ્રદર્શન કર્યું હતું. વાડજ માં દલિત સંગઠનના કાર્યકર્તાઓ દુકાન બંધ કરાવવા રસ્તા પર નિકળ્યા હતા. દુકાનદારોને ગુલાબના ફૂલ આપી દુકાનો બંધ કરવા અપીલ. હતી.

રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલો ક્રિસ્ટલ મોલ બંધ કરવામાં આવ્યો હતો. મોલ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પાટણ, કચ્છમાં પણ દલિતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. કંડલા નેશનલ હાઇવે પર ચક્કાજામ કર્યો હતો.

થરાદમાં વિરોધપ્રદર્શન કરી રહેલા દલિત સમાજના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. કાર્યકરો જબરદસ્તીપૂર્વક દુકાનો બંધ કરાવતા હતા. ધાનેરા બજારને બંધ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ધાનેરા હાઇવે બંધ કરાતા વાહનચાલકો પરેશાન થઇ ગયા હતા.

અરેઠ અને બારડોલી સ્ટેશન વિસ્તારમાં પણ દલિત આગેવાનોએ દુકાનો બંધ કરાવી વિરોધ નોંધાવ્યો હતો. બંધના એલાનને પગલે જિલ્લામાં ભારે પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો હતો.

બોટાદમાં દલિત સમાજે વિરોધ પ્રદર્શન કર્યું હતું. બોટાદના અવેડા ગેટ પાસે ટોળાએ એસટી બસ પરથરમારો મારો કર્યો હતો. અમરેલીના સાવરકુંડલામાં પણ દલિતોએ વિરોધપ્રદર્શન કર્યું હતુ. પીપાવાવ અંબાજી સ્ટેટ હાઇવે બ્લોક કરવામાં આવ્યો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

SC-ST એક્ટ પર સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં આજે દલિત સંગઠનોએ ભારત બંધની જાહેરાત કરી હતી. અનેક રાજકીય પાર્ટીઓ અને સંગઠનોએ ભારત બંધને સમર્થન આપ્યું હતું. ગુજરાતમાં પણ દલિત સંગઠનોએ સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. મોદી સરકાર આજે સુપ્રીમ કોર્ટના આ ચુકાદા પર રિવ્યૂ પિટિશન દાખલ કરશે.

એટ્રોસીટી કાયદાને નાબૂદ કરવા ષડયંત્રો થઈ રહ્યા હોવાના આરોપ સાથે રાષ્ટ્રીય દલિત મહાસંઘે ભારત બંધનું એલાન આપ્યુ હતું. અમદાવાદમાં પણ દલિત નેતા જીગ્નેશ મેવાણી વિરોધ પ્રદર્શન કરશે.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં એસસી-એસટીના કાયદામાં આરોપીની થનારી તાત્કાલિક ધરપકડ પર પ્રતિબંધ મુક્યો હતો.

બિહાર, પંજાબ, ઓડિશામાં દલિતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. બિહારના આરામાં દલિત આગેવાનોએ રેલવે ટ્રેક પર ચક્કાજામ કરી ટ્રેન રોકી વિરોધ નોંધાવ્યો હતો. ઓડિશામાં સંભલપુરમાં ટ્રેન રોકીને વિરોધપ્રદર્શન કર્યું હતું. વિરોધને પગલે પંજાબમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here