સુરતના બીઆરટીએસમાં હવે બારકોડની ટિકિટના પ્રયોગ.

0
180
Barcode ticket usage in Surat BRTS now
Advertisement
Loading...

Surat, સુરતના બીઆરટીએસ બસ સ્ટેન્ડના બદલે ટિકિટ ચેક કરવા માટે સોફ્ટવેરનો ઉપયોગ થવાનો પ્રયોગ શરૂ થઈ ગયો છે. સુરતના પાલ આરટીઓથી કોસાડ સુધીના રૂટ પર દિલ્હીના મેટ્રોની જેમ સુરતના બીઆરટીએસ રૂટ પર ટર્ન સ્ટાઈલનો પ્રયોગ થવા જઈ રહ્યો છે. આગામી પંદરેક દિવસમાં આ સોફ્ટવેર શરૂ થઈ જશે. પાયલોટ પ્રોજેક્ટની સફળતા બાદ અન્ય રૂટ પર પણ ટર્ન સ્ટાઈલનો ઉપયોગ કરવા માટે આયોજન થઈ રહ્યું છે. આ સોફ્ટવેરના ઉપયોગના કારણે શહેરના બીઆરટીએસના રૂટ પર સિક્યુરીટીનું કામ મશીન જ કરશે. સુરત બીઆરટીએસના પાલ આરટીઓથી કોસાડ સુધીના રૃટ પર દિલ્હી મેટ્રોમાં જે સ્ટાઈલમાં ટીકીટનું ચેકીંગ થાય છે તે ટર્ન સ્ટાઈલનો ઉપયોગ થવા જઈ રહ્યો છે. આ માટે જરૂરી સામગ્રી મ્યુનિ. તંત્રએ રૂટ પરપ ગોઠવી દીધી હોવાથી આગામી પંદરેક દિવસમાં પ્રયોગ શરૂ થઈ જાય તેવી શક્યતા છે. ટર્ન સ્ટાઈલનો ઉપયોગ હજી અમદાવાદ બીઆરટીએસમાં પણ ઉપયોગ થતો નથી આવો પ્રયોગ માત્ર મેટ્રોમાં જ જોવા મળી રહ્યો છે.

સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ટિકિટ પર બારકોડ જોવા મળશે. જ સ્ટેશન માટે ટિકીટ ખરીદી તે સ્ટેશન પર ગેટ પર મુકેલા મશીનમાં ટિકિટ બતાવવામાં આવે તો જ ગેટ ખુલશે. જો અન્ય સ્ટેશનની ટિકીટ હશે તો ગેટ ખુલશે. જે સ્ટેશનની ટીકીટ હશે તેનાથી આગળના સ્ટેશન પર જો ગેટ પર ટિકિટ બતાવવામા આવે તો ખુલશે નહીં. આ પ્રકારના સોફ્ટવેરના કારણે હવે બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર સિક્યુરીટી ગાર્ડની જરૂર નહીં પડે. પાલ આરટીઓથી કોસાડ સુધીના રૂટ પર ટર્ન સ્ટાઈલ ટીકીટનો પ્રયોગ સફળ થયાં બાદ શહેરના અન્ય બીઆરટીએસ રૂટ પર પણ આ સ્ટાઈલની ટીકીટ જોવા મળી શકે છે. હાલમાં એક રૂટ પર સોફ્ટવેર ઈન્સ્ટોલેશનની કામગીરી ચાલે છે જેના કારણે આગામી પંદરેક દિવસમાં આ પ્રયોગ શરૂ થાય તેવી શક્યતા છે. (GNS)

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here