બજરંગદળના કાર્યકરોએ રિવરફ્રન્ટ ખાતે પ્રેમી કપલને ભગાડ્યા.

0
186
Bajrang Dal activists threw lover at the riverfront

વડાપ્રધાન મોદીના ગુજરાતમાં આ તે કેવી લોકશાહી,પ્રેમ કરવો ગુનો!!??

વેલેન્ટાઈન્સ ડેનો લખનૌ સહિત દેશનાં અનેક રાજ્યમાં વિરોધ

Advertisement
Loading...

(GNS) અમદાવાદ, અમદાવાદમાં બજરંગદળ દ્વારા વેલેન્ટાઈન ડેનો વિરોધ કરાયો છે. જેમાં બજરંગદળના કાર્યકર્તાઓએ રિવર ફ્રન્ટ પર બેઠેલા કપલને ભગાડી મૂક્યા હતા. બજરંગ દળે વેલેન્ટાઈન ડે ન ઉજવવા માટે ચેતવણી જાહેર કરી છે.

આજે વેલેન્ટાઈન ડે હોઈ કેટલાક કપલ્સ રિવર ફ્રન્ટ ખાતે પહોંચ્યા હતા. પરંતુ બજરંગ દળના કાર્યકર્તાઓ તેમની પર વરસી પડ્યા હતા. બજરંગ દળના કાર્યકર્તાઓ હાથમાં કેસરી પાઈપ લઈને રિવર ફ્રન્ટ પહોંચ્યા હતા. તેમણે પાઈપ બતાવીને કપલ્સને ભગાડી મૂક્યા હતા. જેને પગલે યુવક-યુવતીઓમાં નાસભાગ મચી હતી. આ સમગ્ર દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા હતા.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં બજરંગ દળે વેલેન્ટાઈન ડેને ધર્મ અને જેહાદ સાથે જોડ્યું છે. વેલેન્ટાઈન ડે અગાઉ રસ્તા પર પોસ્ટર લગાવીને વોર્નિંગ જાહેર કરી દેવામાં આવી હતી. કાર્યકર્તાઓએ વેલેન્ટાઈન ડેના વિરોધમાં પ્રદર્શન કરી કર્યા છે. બજરંગ દળે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે, વેલેન્ટાઈન ડે ઉજવવું ભારે પડી શકે છે.

હૈદરાબાદ
હૈદરાબાદમાં પણ બજરંગ દળ દ્વારા વેલેન્ટાઈન ડેનો વિરોધ કરવામાં આવ્યો છે. બજરંગ દળના કાર્યકરોએ પૂતળાનું દહન કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. વેલેન્ટાઈન ડેના વિરોધમાં બજરંગ દળ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમા મોટી સંખ્યામાં બજરંગ દળના કાર્યકર્તાઓ જોડાયા હતાં.

ચેન્નાઇ
ચેન્નાઈમાં વેલેન્ટાઈન ડેનો અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. ચેન્નાઈમાં એક સંગઠન દ્વારા શ્વાન અને ખરના લગ્ન કરાવવામાં આવ્યા. શ્વાન અને ખરને એક યુગલની જે તૈયાર કરવામાં આવ્યા અને તેમના લગ્નનું આયોજન કરાયું. આ લગ્ન વેલેન્ટાઈન ડેના વિરોધમાં કરાવવામાં આવ્યા છે. મહત્વનું છે કે માત્ર ચેન્નાઈ જ નહીં પણ લખનઉ સહિત અમદાવાદમાં વેલેન્ટાઈન ડેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

ચંદીગઢ
ચંદીગઢમાં વેલેન્ટાઈન ડેની ઉજવણની ભાગ રૂપે એડિશનલ ફોર્સને તૈનાત કરવામાં આવી છે. ચંદીગઢમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. દેશભરમાં આજે વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. વેલેન્ટાઈન ડેના વિરોધમાં અમદાવાદ, હૈદરાબાદ અને લખનઉમાં વિવિધ સંગઠનો વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યુ છે. ત્યારે સુરક્ષાના ભાગરૂપે ચંદીગઢમાં સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here