પાટીદાર સમાજની સંસ્થાઓની હાર્દિકને પારણા કરવાની અપીલ

0
186
Advertisement
Loading...

હાર્દિક પટેલનું ઉપવાસ આંદોલન ૧૧મા દિવસમાં પ્રવેશ્યુ છે ત્યારે આ મુદ્દે સરકાર અને હાર્દિક વચ્ચે સમાધાન કરાવવા માટે પાટીદાર સમાજની સંસ્થાઓ સક્રિય થઈ છે.

જાણવા મળતી વિગતો પ્રમાણે સોલા ખાતે આવેલા ઉમિયા કેમ્પસમાં આજે પાટીદાર સમાજની ૬ સંસ્થાના પ્રતિનિધિઓની બેઠક મળી હતી. જેમાં ઉમીયા માતાજી સંસ્થાન, ઉંઝા ખાતેની ખોડલધામ ટ્રસ્ટ, સુરતનો સમસ્ત પાટીદાર સમાજ, અમદાવાદના સરદાર ગામ અને અમદાવાદના વિશ્વ ઉમિયા ફાઉન્ડેશના પ્રતિનિધિઓ આ બેઠકમાં સામેલ થયા હતા.

એ પછી સંસ્થાના પ્રતિનિધિઓએ કહ્યુ હતુ કે જો હાર્દિકની ઈચ્છા હોય તો સંસ્થાના પ્રતિનિધિઓ સરકાર સાથે સમાજના હિતો અંગે ચર્ચા વિચારણા કરશે. સમાજની સંસ્થાઓને પાટીદાર સમાજની ચિંતા છે. અમે હાર્દિક પટેલને પારણા કરવાની અપીલ કરીએ છે. અમને આશા છે કે હાર્દિક જલદી પારણા કરશે. તેમણે કહ્યુ હતુ કે પાટીદાર અનામત અંગે, ખેતીના પ્રશ્નો અંગે સંસ્થાઓના પ્રતિનિધિઓ સરકાર સાથે ચર્ચા કરવા માટે તૈયાર છે. હાર્દિકના ઉપવાસથી અગિયાર દિવસમાં તેના ૨૦ કિલો વજન ઉતરી ગયો છે.

હાર્દિકનું ધરખમ વજન ઉતારતાં સોલા સિવિલના ડોક્ટરે તેને હોસ્પિટલમાં દાખલ થવા સલાહ આપી હતી. હાર્દિક ગયા મહિનાની ૨૫મી તારીખથી આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. ૨૫મી ઓગસ્ટે આમરણાંત ઉપવાસ પર હાર્દિક પટેલ ઉતર્યો હતો ત્યારે તેનો વજન ૭૮ કિલો હતો. ઉપવાસના ૧૦ દિવસ બાદ તેના વજનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો અને એક મણ એટલે કે ૨૦ કિલો વજન ઉતરી ગયો હતો. હાર્દિકના મેડિકલ ચેકઅપ માટે સોલા સિવિલ હોસ્પિટલની ટીમ પહોંચી હતી. ડો. મિનિષ પંચાલની આગેવાનીમાં ગયેલી ટીમમાં એક ફિઝિશિયન ડોક્ટરને પણ સાથે રાખવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે હાર્દિક બે દિવસથી યુરિન કે બ્લડ ટેસ્ટ કરવાની ના પાડી રહ્યો છે.

હાર્દિક પટેલનાં આમરણાંત ઉપવાસનો ૧૧મો દિવસે રાષ્ટ્રીય કક્ષાનાં નેતાઓ મુલાકાતે આવ્યા હતા. સાંજે ૪.૦૦ વાગ્યે ભાજપનાં બે દિગ્ગજ નેતાઓ શત્રુઘ્ન સિંહા અને યશવંત સિન્હા હાર્દિક પટેલને મળ્યા હતા. તેઓ હાર્દિક પટેલનાં ઘરે ગયા હતા. હાર્દિક સાથે મુલાકાત બાદ પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેઓએ જણાવ્યું કે આંદોલનને દેશવ્યાપી બનાવવામાં આવશે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here