રામલીલા મેદાનમાં હાર્દિક પટેલને અન્ના એ સ્ટેજ પર ચડવાની નાં પાડી દીધી,જાણો કેમ

0
425
Advertisement
Loading...

પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલને સ્ટેજ પર આવવાની ના પાડી દીધી હતી. હાર્દિકને સ્ટેજ પર આવવાની ના પાડવા પાછળ હાલ કોઈ દેખીતું કારણ બહાર આવ્યું નથી. કેન્દ્રની મોદી સરકાર વિરુધ્ધ અન્ના હજારે લોકપાલ સહિત ખેડુતોને પોષણક્ષમ ભાવના મામલે આંદોલન કરી રહ્યા છે. અન્નાના અનશનનો આજે બીજો દિવસ છે. પાટીદાર યુવા આંદોલનકારી હાર્દિક પટેલ અન્નાને મળવા માટે દિલ્હીના રામલીલા મેદાન પહોંચ્યો હતો. પરંતુ અન્નાએ સ્ટેજ પર આવવા માટે શરત મૂકી છે કે જે લોકો રાજકીય પાર્ટીમાં જોડાવા માંગતો હોય તેમણે બાંયધરીપત્રક પર સહી કરવાની રહે છે.

મહારાષ્ટ્રમા અકોલાથી સીધા દિલ્હી ઉપડેલા હાર્દિક પટેલ રામલીલા મેદાન ખાતે પહોંચ્યો હતો પરંતુ અન્નાએ એવું કહ્યું હતું આજે સ્ટેજ પર મળીશું નહી પરંતુ અન્ય કોઈ સ્થળે અવશ્ય મળીશું. હાર્દિકે સ્ટેજ પર જવાનું ત્યાર બાદ માંડી વાળ્યું હતું. હાર્દિકે અન્નાની માંગણીને સમર્થન આપી કહ્યું કે સરકાર કોઈનો અવાજ સાંભળતી નથી. અન્ના હજારેની માંગ વ્યાજબી છે. અન્ના સાથે અન્ય કોઈ કાર્યક્રમ કે સ્થળે મળવાનું શકય બનશે તો અવશ્ય મળીશું.
હવે હાર્દિક અને અન્ના વચ્ચે અન્ય કોઈ જગ્યાએ મુલાકાત થવાની શક્યતા જોવા મળી રહી છે

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here