AMTS :પુરુષોની મનપસંદ મુસાફરીના ભાડામાં વધારો

0
187
Advertisement
Loading...

બસ મુસાફરોને પડશે મોટો ફટકો

એએમટીએસના ઉતારુઓને માટે નોકરી ધંધાના સ્થળે જવા સમયસર બસ મળતી નથી, અચાનકદ બસ રુટ ટુંકાવી કે ડાઈવર્ટ કરી દેવામાં આવે છે. તેમજ પિકઅવર્સમાં અપુરતી સંખ્યામાં બસ રોડ પર મુકાતી હોવાથી બસની બહાર લટકીને મુસાફરી કરવી પડે છે. એક પ્રકારે એએમટીએસ બસ ઉતારુઓને રોજરોજ દઝાડતી હોવાથી દાઝ્યા પર ડામની જેમ ગઈકાલથી મનપસંદ ટિકિટનુ રૂપિયા ૩૦નુ ભાડુ રૂપિયા ૩૫ કરી દેવાયુ છે.

ટ્રાન્સપોર્ટ મેનેજરની વિશેષ સત્તાની રુએ પાછલા બારણાથી વધારો કરવામાં આવતા સામાન્ય લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. સંસ્થામાં દાયકાઓથી ટેકનીકલ યોગ્યતા ધરાવતા ટ્રાન્સપોર્ટ મેનેજર જ નથી. અમદાવાદ કોર્પોરેશનના જે તે સમયના ડેપ્યુટી કમિશનરને વધારાની ફરજ તરીકે ટ્રાન્સપોર્ટ મેનેજરની જવાબદારી સોંપાય છે. એટલે સંસ્થાનુ સંચાલન ઉપરછલ્લી રીતે થતુ રહે છે. તાજેતરમાં તંત્ર દ્વારા સંસ્થાનુ ડ્રાફ્ટ બજેટ રજુ કરાયુ હતું.

ટ્રાન્સપોર્ટ મેનેજરનો હવાલો સંભાળતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આર્જવ શાહના ડ્રાફ્ટ બજેટમાં કોઈ દુરંદેશી નથી, ફક્ત આંકડાની રમત રમાતી હોવાથી દૈનિક એક કરોડની ખોટ ખાતી સંસ્થાને ખોટની ખાઈમાંથી ઉગારવાનો કોઈ માર્ગ કે દિશા ટ્રાન્સપોર્ટ મેનેજર આપી શક્યા નથી. મનપસંદ ટિકિટના ભાડા વધારાથી દરરોજના ૩૦થી ૩૫ હજાર ઉતારુઓ પ્રભાવિત થયા છે. જોકે મહિલાઓની મનપસંદ ટિકિટના રૂપિયા ૨૦ના દર અને બાળકોની મનપસંદ ટિકિટના રૂપિયા ૧૦ના દર યથાવત રખાયા છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here