લાંબા વિરામ પછી સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોમાં થઇ મેઘરજની થઇ એન્ટ્રી

0
128
Advertisement
Loading...

બ્રેકની સ્થિતિ બાદ ગુજરાતના જુદા જુદા ભાગોમાં બીજા રાઉન્ડના વરસાદની શરૃઆત થઇ ગઇ છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં આજે વરસાદ થયો હતો. મધ્યગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ થયો હતો. રાજકોટમાં ધોધમાર વરસાદ થતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રાજકોટથી પ્રાપ્ત અહેવાલ મુજબ ૧૫૦ રિંગ રોડ, કાલાવાડ રોડ, યાજ્ઞિાક રોડ, મવડી સહિતના વિસ્તારોમાં વરસાદ થયો હતો. બીજી બાજુ દ્વારકા,મોડાસા, ગાંધીધામ, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં પણ ઉલ્લેખનીય વરસાદ થયો છે. ગુજરાતના ઘણા ભાગોમાં હજુ પણ ખુબ ઓછો વરસાદ થયો છે. હજુ સુધી સૌથી માઠી અસર જે જિલ્લાઓમાં થઇ છે જેમાં કચ્છ અને અમદાવાદનો સમાવેશ થાય છે. રાજ્યમાં ૧૯ ટકા ઓછો વરસાદ હજુ સુધી નોંધાયો છે. ૪૪૧ મીમી વરસાદની સામે ૩૩૬મીમી વરસાદ ગુજરાતમાં પડયો છે.

હવામાન વિભાગ તરફથી જે આંકડા આપવામાં આવ્યા છે તે મુજબ સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં કચ્છ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણનો સમાવેશ થાય છે. કચ્છમાં ૭૮ ટકા ઓછો વરસાદ જ્યારે ગાંધીનગરમાં ૭૦ ટકા ઓછો વરસાદ, સુરેન્દ્રનગરમાં ૬૬ ટકા ઓછો વરસાદ અને અમદાવાદમાં ૬૨ ટકા ઓછો વરસાદ નોંધાયો છે. આઈએમડી તરફથી જણાવવામાં આવ્યું છે કે, બંગાળના અખાતમાં ડિપ્રેશનનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. આવી સ્થિતિ હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. ઓગસ્ટ મહિનામાં સામાન્યરીતે ત્રણ અથવા ચાર સિસ્ટમ વિકસિત થાય છે. કેટલીક સિસ્ટમ વરસાદ ખેંચી લાવે છે અને ફાયદો કરાવે છે.

અમદાવાદની વાત કરવામાં આવે તો ૩૬૯મીમીની સામે હજુ સુધી ૧૪૧મીમી વરસાદ થયો છે એટલે કે પાંચ ઇંચથી આસપાસ વરસાદ નોંધાયો છે. ૬૨ ટકા ઓછો વરસાદ થયો છે. સુરેન્દ્રનગર, ગાંધીનગર અને કચ્છમાં આવી જ હાલત બનેલી છે. જો કે, ગઇકાલે મોડી રાત્રે અમદાવાદ શહેરમાં નોંધપાત્ર વરસાદ થયો હતો. ઘણા વિસ્તારમાં પાણી પણ ભરાયા હતા. અમદાવાદ શહેરમાં રહેતા લોકો ફરી એકવાર વરસાદની મજા માણી હતી. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આજે સારો વરસાદ થયો હતો. અમદાવાદમાં પણ હળવા ઝાટપાની આગાહી અકબંધ રાખવામાં આવી છે. અપરએર સાયક્લોનિક સરક્યુલેશનની સ્થિતિ દક્ષિણ-પૂર્વ રાજસ્થાન ઉપર પ્રવર્તી રહી છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૩.૫ અને લઘુત્તમ તાપમાન ૨૪ ડિગ્રી નોંધાયું હતું. દરમિયાન બગોદરા નજીક પણ ભારે વરસાદ છેલ્લા સમાચાર મળ્યા ત્યારે જારી રહ્યો હતો. અન્ય વિસ્તારોમાં પણ મોડી સાંજે વરસાદની શરૃઆત થઇ હતી.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here