અમદાવાદ: કાફેમાં 2 યુવતી અને 10 યુવક માણી રહ્યા હતા હુક્કાની મહેફિલ અને પોલીસ ત્રાટકી, જાણો વિગત

0
780
Advertisement
Loading...

ગુજરાત સરકારે કાયદો બનાવ્યો છતાં પણ અમદાવાદમાં અલવારી થતી નથી. કોંગ્રેસના ધારાસભ્યો ઉહાપોહ કરાવ્યા પછી સેટેલાઈટ પોલીસ જાગી હોય તેમ આંબાવાડીના એક જ કોમ્પલેક્સમાંથી બે હુક્કાબાર પકડાયા છે.

સેટેલાઈટના પીએસઆઈ એચ.બી.ચૌધરી અને ટીમે ટેન-10 કાફેમાં ચાલતો ગેરકાયદેસર હુક્કાબાર પકડી છ હુક્કા, એક ફ્લેવરનું પેકેટ કબજે કર્યું છે.

પોલીસે ત્રણ ભાગીદાર સૈજપુર બોધાના રહીશ મિતેષ પોપટભાઈ પ્રજાપતિ, બાપુનગરના પ્રતિપાલસિંહ મોહનસિંહ ઝાલા અને અસારવાના કુલદીપસિંહ ઝાલા ઉપરાંત બે કર્મચારી જીતેન્દ્રસિંહ રાજપુત અને દિલીપસિંહ ચૌહાણની ધરપકડ કરી હતી.

સેવન સિન્સ કાફેમાંથી આઠ હુક્કા અને ફ્લેવરના 12 ડબ્બા કબજે કરવામાં આવ્યા છે. આ હુક્કાબારમાંથી રખિયાલ રોડ ઉફર રહેતા શાહનવાઝ ઉર્ફે સીબુ ઈસ્તિયાકભાઈ પઠાણની ધરપકડ કરવામાં આવી છે.

આ હુક્કાબારના માલિક વેજલપુરના સોહિલ અહેમદ સગીર અહેમદ કુરેશી હોવાની વિગતો ખુલી છે. આમ કોંગ્રેસના ઉહાપોહ બાદ અમદાવાદમાં બે હુક્કાબાર પકડાયા છે પણ અમુક હુક્કાબાર હજુ પણ છાનાખુણે ચાલી રહ્યાની ચર્ચા છે.

IIM રોડ ઉપર શિવાલીક પ્લાઝામાં આવેલા ટેન-10 હુક્કાબારમાં તપાસ દરમિયાન કાઉન્ટરમાંથી વિદેશી બ્રાન્ડની દારૂની એક બોટલ મળી આવી હતી. દારૂની આ બોટલ ત્રણ ભાગીદારો પૈકીના મિતેષ પ્રજાપતિએ મુકી હોવાનું ખૂલ્યું હતું.

સેટેલાઈટ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાત સરકારે હુક્કાબાર ઉપર પ્રતિબંધ મૂક્યો છે તેમ છતાં અંદર ખાને હુક્કાબાર ચાલી રહ્યા છે.

આંબાવાડીના બે હુક્કાબારમાં પોલીસે દરોડો પાડ્યો ત્યારે કુલ 10 યુવક અને બે યુવતી મળી આવ્યા હતાં. સેટેલાઈટ, નારણપુરા, વસ્ત્રાલ, પાલડી, ખોખરા, જમાલપુર વિસ્તારના યુવક-યુવતી 700થી 800 રૂપિયા ચૂકવીને હુક્કાની લિજ્જત માણી રહ્યા હોવાનું જણાવું હતું.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here