રીસાયેલી પુત્રવધૂને સસરા મનાવવા ગયા ને પુત્રવધૂએ કેવી કરી આઘાતજનક હરકત?

0
1545
Advertisement
Loading...

રીસાઈને પિયર ગયેલી પુત્રવધૂને સમજાવવા ગયેલા સસરાને પુત્રવધુએ માતા અને બહેન સાથે મળીને સળગાવી દિધા હતા. જોકે, સસરાએ બૂમાબૂમ કરતા ઘર બહાર ઊભેલા પુત્ર અને અન્ય રહીશો દોડી આવ્યા હતા અને આગ ઓલવી વૃદ્ધને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. હાલ તેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. તેમના નિવેદનને આધારે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વૃદ્ધે ફરિયાદમાં જણાવ્યું છે કે, મારું નામ હરીશભાઈ બચુભાઈ પરમાર (60) છે, અને હું જૂના વાડજ ગાંધીનગરના ટેકરા ખાતે મારા બે દીકરા સાથે સંયુક્ત કુટુંબમાં રહું છું. મારા પરિવારમાં મારી પત્ની નાવીબેન, મોટો દીકરો મનીષ તેની પત્ની હંસાબેન તેમની દીકરી દીપ્તિ (5) ઉપરાંત નાનો દીકરો અરુણ તેની પત્ની કોમલ, તેમના દીકરા હર્ષનો સમાવેશ થાય છે.

હું સાઉદી અરેબિયા ખાતે મજૂરી કામ કરું છું અને છેલ્લા આઠ મહિનાથી સાઉદી અરેબિયાથી અમદાવાદ આવ્યો છું. મારા દીકરા અરુણની પત્ની કોમલ રીસાઈને તેના દીકરા હર્ષ સાથે છેલ્લા છ મહિનાથી તેના પિયર કુબેરનગર બી વોર્ડમાં ખાતે જતી રહી છે.

તેમણે જણાવ્યું છે કે, ગુરુવારના રોજ હું અને મારો દીકરો મનીષ બંને સવારે 9 વાગે કુબેરનગર કોમલને સમજાવવા માટે ગયા હતા. કુબેરનગર પહોંચતા કોમલ, તેની માતા મંજુબેન અને નાની બહેન માધુરી ઘરે હાજર હતાં. મનીષ ઘરની બહાર ઊભો રહ્યો હતો. જ્યારે હું ઘરમાં પ્રવેશ્યો હતો.

મેં કોમલને જણાવ્યું કે હું મારા પૌત્ર હર્ષને રમાડવા માટે અને તમને બંનેને લેવા માટે આવ્યો છું. આ સાંભળી કોમલની માતા મંજુબેન એકદમ મારા ઉપર ઉશ્કેરાઈ ગયા હતા અને મને જેમફાવે તેમ બીભત્સ ગાળો બોલી મને ધક્કો મારતા હું નીચે પડી ગયો હતો.

કોમલ, મંજુબેન અને માધુરીએ મારી ઉપર જ્વલનશીલ પ્રવાહી નાખી આગ લગાડી દેતા હું સળગવા વાગ્યો હતો. મેં કોમલ, કોમલ તેમ બૂમો પાડી પરંતું મને કોઈ બચાવવા માટે આવ્યું ન હતું. થોડી વાર પછી આજુબાજુના લોકો તેમજ મારો દીકરો મનીષ આવી જતા આગ ઓલવી નાખી હતી.

મને તાત્કાલિક 108 થકી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં મારી સારવાર ચાલુ છે.

હું મારી પુત્રવધૂ કોમલ, તેમની માતા મંજુબેન અને બહેન માધુરી વિરુદ્ધ સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here