ડી.જી. ઓફીસ દ્વારા થયેલ દારૂની રેડ બાદ ડી.જી.પી દ્વારા શાહપુર પી.આઇ.ને કરાયા સસ્પેન્ડ

0
116
Advertisement
Loading...

દારૂબંધીની નીતિનો કડક અમલ કોઇપણ સંજોગોમાં કરવામાં આવશે તેવો સંદેશ ફરી વખત આપવા માટે રાજ્ય પોલીસ વડા શ્રી શિવાનંદ ઝા દ્વારા આજરોજ અમદાવાદ શહેરના શાહપુર પોલીસ સ્ટેશનના પી.આઇ. શ્રી આર.પી.ધરસંડીયાને સસ્પેન્ડ કરવામાં આવેલ છે.

ડી.જી.પી. કચેરીની જી-૧ બ્રાંચ દ્વારા ડી.જી. શ્રી શિવાનંદ ઝાના સીધા આદેશો હેઠળ અમદાવાદના શાહપુર ખાતે આવેલ જીવણ કમળશીની પોળ ખાતે આવેલ એક મકાનમાં રેઇડ કરીને મોટે પાયે દારૂ પકડી પાડ્યો હતો. આ જગ્યાએથી એક્ટિવામાં દારૂ સપ્લાય કરવાનું નેટવર્ક ચાલી રહેલ હતું. રેઈડ દરમ્યાન પોલીસ દ્વારા ૨ એક્ટિવા સાથે એક્ટિવામાં દારૂની ડીલવરી કરતાં ૪ કેરીયરને પણ પકડી પાડવામાં આવેલ.

આ અંગે શાહપુર પોલીસ સ્ટેશનમાં ધોરણસરની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. મોટા પાયે દારૂ અને દારૂ સપ્લાય કરવાનું નેટવર્ક પકડાવાથી આ કેસની સંવેદનશીલતા ઘ્યાને લેતાં, આ કેસની તપાસ પોલીસ વડાશ્રી દ્વારા અમદાવાદ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવેલ છે. દારૂબંધી બાબતે કોઇપણ પોલીસ અધિકારીની નિષ્કાળજી ચલાવી લેવામાં નહી આવે તે બાબતે ફરી એક ભારપૂર્વક જણાવતાં, ડી.જી.પી.એ શાહપુર પોલીસ સ્ટેશનના ફર્સ્ટ પી.આઇ. એવા અધિકારી શ્રી. આર.પી.ધરસંડીયા ને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરવા આદેશ કર્યો છે…

શહેરમાં અનેક જગ્યાએ રેડો થઇ અને મોટી માત્રામાં મુદ્દામાલ પકડાયો છતાં તેમના પર કોઇ જ કાર્યવાહી કરવામાં ન આવતી હોવાની ચર્ચા છે. તેમાં પણ સેકટર-1 વિસ્તારમાં જાણે વહિવટદાર રાજ ચાલી રહ્યુ હોવાની વાતને નકારી શકાય તેમ નથી.શાહપુરમાં હલીમનીખડકી જીવણકમળસીની પોળમાં ભાગ્યેશ ઉર્ફે લાલો ગણપતભાઇ રાજપુત નામનો બુટલેગર છેલ્લા કેટલાય સમયથી દારુનો વેપાર કરતો હતો.

શાહપુર સહિતના અનેક વિસ્તારમાં દારુ અને જુગારની ફરિયાદો એટલી હદે ઉઠવા પામી હતી કે, ગાંધીનગર સુધી તેની ફરિયાદ થઇ હતી. ડીજી વિજલન્સ નિષ્ક્રિય હોવાના કારણે જી-1 બ્રાંચના ડીવાયએસપી એમ.એસ.શેખની ટીમે રેડ કરી હતી. જેમાં શાહપુરના દારુના અડ્ડા પરથી 2.34 લાખનો દારુનો જથ્થો મળી આવ્યો હતો. શાહપુર પીઆઇ આર.પી.ઘરસાંડીયાની શંકાસ્પદ ભૂમિકા હોવાના કારણે તેમને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here