પેરોલ જમ્પ થયેલ આરોપીને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.

0
245
ahmedabad-crime-branch-arresting-parole-jumps
Advertisement
Loading...

Ahmedabad Crime Branch નાં સંયુકત પોલીસ કમિશ્નરશ્રી જે.કે.ભટ્ટ તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી દીપન ભદ્રન તથા અધિક નાયબ પોલીસ કમિશ્નર શ્રી ડો. રાજદિપસિંહ ઝાલા નાઓએ અમદાવાદ શહેર વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓ તથા પેરોલ ફર્લો જમ્પ આરોપીઓને શોધી કાઢવા સારુ ક્રાઇમ બ્રાંચના અધિકારીઓને સુચના આપેલ. જે અનુસધાને ક્રાઇમ બ્રાંચના પોલીસ ઇન્સ્પેકટર શ્રી બી.પી.રોજીયા, તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એસ.જે.જાડેજા તથા શ્રી એસ.બી.દેસાઇ નાઓ તથા સ્ટાફ્નાં માણસો સાથે મળેલ હકીકત આઘારે પાલનપુર ખાતેથી રમેશભાઇ S/O સંતલાલ પ્રભુદયાલ જાતે શર્મા ઉવ.૪૩ રહે. ઘર નં-૧૭ યમુના પાર્ક, આદીનાથનગર ઓઢવ અમદાવાદ શહેર હાલ ગામ વાસની જોઘપુર તા.જી.જોઘપુર રાજસ્થાન મુળગામ હિસાર શીપ કોલોની તા.જી. હિસાર હરીયાણા નાને ડીટેન કરવમા આવેલ છે.

પકડાયેલ આરોપીની પુછપરછ કરતા સને ૨૦૦૮ ની સાલમા પોતાના વિરૂઘ્ઘમાં બળાત્કારની ફરીયાદ દાખલ થતા ઓઢવ પો.સ્ટે અટક કરી સાબરમતી સેન્ટ્રલ જેલમા મોકલી આપેલ અને સને ૨૦૦૯ ની સાલમા કોર્ટમા કેસ ચાલી જતા બળાત્કારના કેસમાં પોતાને આજીવન કેદની સજા થયેલ છે. અને સને ૨૦૦૯ થી પોતે સાબરમતી સેન્ટ્રલ જેલમાં પાકા કામના કેદી નં. S/૧૨૭૫૭ થી સાબરમતી સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહેલ તે બે વખત પેરોલ ફર્લો રજા પર આવેલ હતો. અને સમયસર હાજર થયેલ અને ગઇ તા.૧૫/૦૩/૨૦૧૩ ના રોજ દિન-૩૦ ની પેરોલ રજા ઉપર છુટેલ અને તા.૧૫/૦૪/૨૦૧૩ ના રોજ સાબરમતી સેંન્ટ્રલ જેલ માં હાજર થવાનું હતુ પરંતુ પોતે હાજર થયેલ નહીં અને આજદિન સુધી પેરોલ જમ્પ હોવાનું જણાવેલ જેથી સદરી આરોપીને ડીટેઇન કરી સાબરમતી સેન્ટ્રલ જેલમાં સોંપવાની તજવીજ કરવામાં આવેલ છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here