અમદાવાદ : ટ્રાફિકને લઇને તંત્ર ગંભીર, ઇસ્કોન મંદિરને પણ નોટિસ પાઠવવામાં આવી

0
117
Advertisement
Loading...

અમદાવાદ શહેરમાં હાલમાં પોલીસ ટ્રાફિકને લઈને વધારે ગંભીર બની છે.ત્યારે મંદિરોને પણ ટ્રાફિક મુદ્દે નોટીસ ફટકારવાની કામગીરી થઈ છે. એસજી હાઈવે પર આવેલા ઇસ્કોન મંદિરને નોટીસ પાઠવવામાં આવી છે.મંદિરે દર્શને આવતા દર્શનાર્થીઓ આડેધડ પાર્કિંગ કરતા હોય છે.જેને લઈને ટ્રાફિક સમસ્યા વધે તો રવિવારે મંદિરની આસપાસના વિસ્તારમાં વાહનોની લાઈનો લાગી હોય છે.

જેને લઈને ટ્રાફિક પોલીસને પણ કામગીરી કરવામાં હાલાકી પડે છે.ત્યારે પોલીસે મંદિરને નોટીસ આપી મંદિરની પાછળના ભાગમાં રહેલા પાર્કિંગમાં જ વાહન પાર્ક કરવા માટે સુચના આપી છે

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here