૧ એપ્રિલથી રાજકોટ મહાપાલિકા કાર્પેટ એરિયા મુજબ ટેક્સની કરશે વસુલાત

0
233
Advertisement
Loading...

રાજકોટ મહાપાલિકા ૧ એપ્રિલથી કાર્પેટ એરિયા મુજબ ટેક્સનું વસુલાત કરશે. મહાપાલિકાએ કાર્પેટ એરિયા આધારિત પ્રોપર્ટી ટેક્સ વસુલવા કાર્યવાહી શરુ કરી છે, કાર્પેટ એરિયા મુજબ ટેક્સની વસુલાત થવાથી રહેણાંક મિલકતો સાથે કોમર્શીયલ મિલકત માલિકોને પણ રાહત થશે.

મહાપાલિકાની તિજોરીમાં પણ મોટી આવક થવાનો અંદાજ વ્યક્ત કરાયો છે, મહાપાલિકાના કમિશનરે જણાવ્યું છે કે કાર્પેટ એરિયા મુજબ ટેક્સની વસુલાત થી રાજકોટ અમદાવાદ, વડોદરા અને સુરતની સમકક્ષ બનશે. સાથે સાથે લોકોની મિલકતો અંગે વૈજ્ઞાનિક પદ્ધતિ મુજબ ગણતરી થશે .

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here