રક્ષાબંધનના દિવસે સુરત હાઈ વે પાસે ટ્રક અને કાર વચ્ચે ગંભીર અકસ્માત, 10નાં મોત

0
189
Advertisement
Loading...

સુરતના પલસાણા કડોદરા હાઈ વે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 10 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. મળતી માહિતી મુજબ પલસાણા-ધુલીયા નેશનલ હાઈ વે પર આ ભયંકર અકસ્માત સર્જાયો છે. પલસાણાના કરણ ગામ નજીક ઇનોવા કાર (GJ-6-ED 0776) અને ટ્રક (GJ-31-T 3696) વચ્ચે અકસ્માત સર્જાયો છે. 10 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે.

મુંબઈથી અમદાવાદ જઈ રહેલા પરિવારને અકસ્માત નડ્યો હતો. ઇનોવા કારમાં સવાર 8 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. કારમાં કુલ 11 લોકો સવાર હતા.

ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા છે. પલસાણા પોલીસે આગળની હાથ ધરી છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here