એક જ દોરડે પ્રેમી યુગલે ખાદ્યો ગળે ફાંસો, ગુપ્ત ભાગે જામેલું હતું લોહી, જાણો

0
2132
Advertisement
Loading...

રાપર તાલુકાના બાલાસર નજીક આવેલા નાગપુર લોદ્રાણીના ખેતરમાં એક ઝાડ પર એક જ દોરડું બાંધીને ગળે ફાંસો ખાઈ યુગલે પોતાનો જીવ ટુંકાવી દીધો હતો જેના કારણે સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ હતી. આ વાતની જાણ થતાં જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી.

રાપરના લોદ્રાણીના ખેતરમાં એક ઝાડમાં દોરડું બાંધી દિનેશ નામેરી પઢિયાર અને મુક્તાબેન ગોવિંદ ધેડા નામના યુગલે એક જ દોરડામાં ગળે ફાંસો ખાઇ લીધો હતો. આ સમગ્ર બનાવની જાણ થતાં જ બાલાસર પીએસઆઇ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે ધસી ગયો હતો. જ્યારે સ્થાનિક લોકોને જાણ થતાં જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં.

આ બાબતે પીએસઆઇ એસ.જી.ખાંભલાએ જણાવ્યું હતું કે, મૃતક યુગલની ઉંમર 20થી 25 વર્ષની છે અને પ્રાથમિક તપાસમાં નાની ઉંમરમાં યુવકની સગાઇ બહેનના સાટે કરાયા બાદ સાસરીયાએ લગ્નની ના પાડી હોવાને કારણે આ પગલું ભર્યું હોવાની શક્યતા લાગી રહી છે

આત્મહત્યા કરનાર યુવકના ગુપ્ત ભાગમાં લોહી જામેલું જોવા મળ્યું હતું જેથી ડોક્ટરે પુર્ણ તપાસ કરી હતી પરંતુ કંઈ શંકાસ્પદ જણાયું ન હતું.

પરંતુ મૃતક યુવાનના પરીવારે એફએસએલ કરાવવાની જીદ્દ કરી હતી પરંતુ યુવતી પક્ષ અને સમાજના આગેવાનોએ સમજાવતાં મૃતદેહનો કબજો લીધો હતો.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here