નીરવ મોદી સ્કેમ બાદ બેડ લોનાવાળા માટે ૬૯૦૦ રિકવરી સેલની રચના

0
100
Advertisement
Loading...

દેશની બેંકોને હજારો કરોડનો ચૂનો લગાવીને ફરાર થઈ ગયેલા નીરવ મોદી બાદ હવે પંજાબ નેશનલ બેંકે તમામ બેડ લોન વસૂલવા માટે પોતાની કમર કસવી શરૂ કરી દીધી છે. નીરવ મોદીને આપેલ લોન બાદ થયેલા નુકશાની ભરપાઈ કરવા માટે પીએનબીએ પોતાની તમામ શક્તિઓ કામે લગાડી છે અને તે પોતાના તમામ સ્ત્રોતનો ઉપયોગ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ૧ જૂનના રોજ પીએનબીએ એક રિકવરી સેલની રચના કરી છે કે જે બેંકની બધી ૬૯૦૦ શાખાઓ પર નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સેલમાં કુલ ૨૫૦૦૦ કર્મચારીઓ નિયુક્ત કરવામાં આવ્યા છે કે જે બેડ લોન રિકવરી માટે પોતાની તમામ તાકાત લગાવી દેશે.

વળી, બેંકે પોતાની મુખ્ય શાખામાં સ્ટ્રેસ્ડ અસેટ વર્ટિકલની પણ રચના કરી છે જેમાં ચાર જનરલ મેનેજરને કામ સોંપવામાં આવ્યુ છે કે તે નોન પર્ફોર્મિંગ અસેટની વહેલામાં વહેલી તકે વસૂલી કરે. સૂત્રોના જણાવ્યા મુજબ બેંકે પોતાના તમામ કર્મચારીઓને ટ્રેનિંગ આપી છે. જૂન ૨૦૧૮ સુધી આ તમામ કર્મચારીઓને લક્ષ્ય આપવામાં આવ્યુ છે કે તે એક નિશ્ચિત સીમા સુધી લોન રિકવર કરે. રિકવરી પ્રક્રિયાને મજબૂત કરવા માટે રિકવરી સેલની રચના બેંકની બધી ૬૯૦૦ શાખાઓ પર કરવામાં આવી છે. આમાં બેંકના જ કર્મચારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. આ એ કર્મચારીઓ છે જે પહેલા બીજા કામમાં હતા પરંતુ હવે તેમને રિકવરી સેલનો હિસ્સો બનાવવામાં આવ્યા છે.

લગભગ ૩૦૦૦ બેંક કર્મચારીઓ કે જે અલગ અલગ કામોમાં જોડાયેલા હતા તેમને સ્ટ્રેસ્ટ અસેટ વર્ટિકલમાં શામેલ કરવામાં આવ્યા છે જેમનું મુખ્ય કામ છે રિકવરી પર વધુમાં વધુ ધ્યાન આપવું. આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે લગભગ ૧૦ દિવસનો સમય હજુ બચ્યો છે અને બેંકે અત્યાર સુધીમાં કુલ ૭૦૦૦ કરોડ રૂપિયા વસૂલી લીધા છે. જ્યારે બેંકનું કુલ લક્ષ્ય ૮૦૦૦ કરોડ રૂપિયા વસૂલવાનું છે. આ પહેલા ૨૦૧૭-૧૮ માં બેંકે કુલ ૫૬૧૭ કરોડ રૂપિયાની વસૂલી કરી હતી.(જી.એન.એસ)

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here