વિકાસના નામે 6910 કરોડ તો સ્ટેચ્યુમાં જ ખર્ચાઇ રહ્યા છે ? જાણો વિગત

0
222
Advertisement
Loading...

ગુજરાતમાં વિકાસના નામે મતો મેળવ્યા છે અને ભારતમાં પણ વિકાસના નામે મતો મેળવવામાં આવે છે. લોકોના કામો થાય, નવી યોજનાઓ બને, લોકોને ઘરનું ઘર મળે, ખાવા માટે અન્નનો દાણો મળે, તમામને શિક્ષા અને આરોગ્ય મળે તે માટે કરોડો રૂપિયા ખર્ચાય તો તે લેખે લાગશે પરંતુ નેતાઓના પૂતળાં બનાવવા એ વિકાસની દિશા નથી. આશ્ચર્ય થાય છે કે આપણે પાંચ જગ્યાએ 6910 કરોડ ખર્ચીને પૂતળાં ઉભા કરી રહ્યાં છીએ.

અરેબિયન સમુદ્રમાં મુંબઇ પાસે શિવાજી મહારાજનું સ્ટેચ્યુ બની રહ્યું છે. 3600 કરોડના ખર્ચે આ સ્ટેચ્યુ બને છે. દેશના 683 જિલ્લાઓમાં 100 કરોડના ખર્ચે પંડિત દિનદયાલ ઉપાધ્યાયનું સ્ટેચ્યુ બની રહ્યું છે.

ગુજરાતમાં નર્મદા નદીમાં કેવડીયા પાસે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં આવી રહ્યું છે. કહેવાય છે કે આ સ્ટેચ્યુ વિશ્વમાં સૌથી ઉંચું છે જેની પાછળ ગુજરાત સરકાર 3000 કરોડનો ખર્ચ કરી રહી છે. મેરૂત કમાલ હાઇવે પર ઉત્તરપ્રદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્ટેચ્યુ બની રહ્યું છે, જેની પાછળ 10 કરોડનો ખર્ચ થવાનો છે.

અયોધ્યામાં રામ ભગવાનનું સ્ટેચ્યુ બનાવાઇ રહ્યું છે જેની કુલ કિંમત 200 કરોડ નક્કી કરવામાં આવી છે. આટલા બઘાં સ્ટેચ્યુ પાછળ આપણાં રાજનેતાઓ 6000 કરોડ બરબાદ કરી રહ્યાં છે. દેશના રાષ્ટ્રપિતા ગાંધીજી અને સરદાર વલ્લભભાઇ પટેલે કહ્યું હતું કે અમારા અવસાન બાદ અમારા સ્ટેચ્યુ બનાવશો નહીં પરંતુ શાસકો એ વાતને ભૂલી ગયા છે.

નોટબંધી, જીએસટી,. મોંઘવારી, ખેડૂતોની આત્મહત્યા અને બેરોજગારી જેવી સમસ્યાઓથી આખો દેશ પિડાઇ રહ્યો છે ત્યારે કરોડો રૂપિયાની આ બદબાદી રોકવાની કોઇનામાં હિંમત નથી. આપણા મહાનુભાવોને આપણે દિલમાં જગ્યા આવી છે તો પછી આવા સ્ટેચ્યુની આપણને શું જરૂર છે. આપણા રાજનેતાઓ તેમના જેવા સાદાઇથી રહી તો શકતા નથી તો પછી આવી જાકમઝોળ શા કામની છે તે મોટો પ્રશ્ન છે. આ પાંચ સ્ટેચ્યુની મરામત માટે પણ દર વર્ષે બજેટ ફાળવવામાં આવશે પરંતુ જો નેતાઓએ આ 6000 કરોડ રૂપિયા લોકોના કલ્યાણ માટે વાપર્યા હોત તો તે લેખે લાગી શક્યા હોત.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here