સ્કૂલેથી પીકનીક મનાવવા ગયેલા ચાર બાળકોના ડૂબી જવાથી મોત, મોતથી ગામમાં અરેરાટી

0
1294
Advertisement
Loading...

દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત સ્વનિર્ભર માધ્યમિક શાળાના ત્રણ અને લીટલ ફ્લાવર સ્કૂલના એક વિદ્યાર્થી મળી કુલ ચાર વિદ્યાર્થીઓના કાળીડેમ ખાતેના તળાવમાં ડુબી જવાથી કરૂણ મોત નિપજ્યા હતા. બુધવારે સવારે એસ.એસ.સી. બોર્ડની પરીક્ષા હોઇ અન્ય શાળાઓ સવારે 9 કલાકે વહેલી છુટી જવા પામી હતી ત્યારે દાહોદની સ્વનિર્ભર માધ્યમિક શાળાના ધોરણ 9માં અભ્યાસ કરતાં ભાર્ગવ પરેશકુમાર ઘોડીયા, બાંગડીયા ચિરાગ પ્રવિણસિંહ તથા મકવાણા રેનીસ સેમ્યુઅલ અને લીટલ ફ્લાવરના ધોરણ 8માં ભણતા પરમાર નિકુંજ જગદીશભાઇ બપોરે લગભગ 1 વાગ્યાના અરસામાં દાહોદથી કાળીડેમ જવા નિકળ્યા હતા.

બાદમાં આશરે 4 વાગ્યે માહિતી મળવા પામી હતી કે ચારે ચારના ડુબી જવાથી મૃત્યુ થયા છે. માહિતી મળતા જ દાહોદ ખાતેથી વહીવટીતંત્ર અને ફાયરના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી જવા પામ્યા હતા.

જ્યાં વારાફરથી ચારેયની લાશ બહાર કાઢી હતી. અંતે આશરે 5.30 વાગ્યે ટ્રેક્ટર દ્વારા દાહોદ સિવીલ હોસ્પિટલ ખાતે તેમના મૃતદેહને લાવવામાં આવતાં સમસ્ત હોસ્પિટલ સંકુલ મૃતકોના સ્વજનની રોક્કળથી ધ્રુજી ઉઠ્યું હતું.

એક સાથે ચાર વિદ્યાર્થીઓના આકસ્મિક અવસાનની જાણ થતાં જ શાળા પરિવારના પ્રમુખ, મંત્રી, શાળાના આચાર્ય તથા અન્ય સભ્યો ઘટના સ્થળે સંતપ્ત પરિવારજનોને આશ્વાસન આપવા પહોંચ્યા હતા.

આજે જ ફી ભરી હતી

મૃતકો પૈકીના ભાર્ગવ પરેશકુમાર ઘોડીયા મા-બાપનું એક માત્ર સંતાન હતો. તો તેણે અને અન્ય મૃતક રેનીસ મકવાણાએ આજે જ સવારે શાળાએ ગયા ત્યારે પોતાની ફી ભરી હતી. તો ભાર્ગવના પિતા પરેશકુમાર ભાટીવાડા ખાતે માધ્યમિક શિક્ષક તરીકે અને દાદા મોહનભાઇ ઘોડીયા દાહોદ પોલીસ સ્ટેશને ફરજ બજાવે છે.

અને અન્ય મૃતક નિકુંજ પરમારના પિતા જગદીશભાઇ પણ પોલીસ સ્ટેશને એમ.ટી. વિભાગમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here