10માંની વિદ્યાર્થીનીને રીક્ષાચાલક સાથે બંધાયા સંબંધ, ફોન કરીને મમ્મીને શું કહ્યું?

0
1932
Advertisement
Loading...

વાપીમાં બનેલી એક આંચકાજનક ઘટનામાં એક સગીર વિદ્યાર્થીનીને પોતાનાથી 30 વર્ષ મોટા રીક્ષાચાલક સાથે સંબંધો બંધાયા હતા. સંબંધોમાં આંધળી બનેલી સગીરા આ આધેડ સાથે ભાગી ગઈ છે. આઘાતજનક વાત એ છે કે, ખુદ સગીરાએ પોતાની મમ્મીને ફોન કરીને આ વાત કહી હતી અને પછી ફોન કટ કરી દીધો.

આ અંગે ડુંગરા પોલીસ મથકમાં સગીર વિદ્યાર્થીનીના પરિવાર દ્વારા અરજી કરાતાં પોલીસે સગીરા અને રિક્ષાચાલક બંનેની શોધખોળ હાથ ધરી છે. આ ઘટનાની વિગત એવી છે કે, વાપી અને સેલવાસને અડીને આવેલા શહેરના છેવાડાના વિસ્તારના એક ફળિયામાં આ વિદ્યાર્થીની રહેતી હતી.

હાલમાં જ ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપનારી આ સગીરાને શાળાએ લઈ જવા તેમજ લાવવા માટે રિક્ષા બંધાવી હતી. આ સગીરાને આ આધેડ વયના રિક્ષાચાલક સાથે પ્રેમ થઈ ગયો હતો ને બંને વચ્ચે સંબંધો બંધાયા હતા. બંને સ્કૂલના સમયે મળતાં હતાં તેથી પરિવારને આ સંબંધોની ગંધ સુધ્ધાં નહોતી આવી.

આ બાબતે સગીરાની માતાએ જણાવ્યું હતું કે, ગુરૂવારે તેમની દીકરી સેલવાસની એક સ્કૂલમાં ધોરણ 10 બોર્ડની પરીક્ષા આપવા માટે ઘરેથી નીકળી હતી. સગીરા સાંજ સુધી પરત ન આવતાં પરિવારની ચિંતા વધી ગઈ હતી અને તેમણે પોતાની પુત્રીની શોધખોળ હાથ કરી હતી.

આ દરમ્યાન સાંજના સમયે તેને સ્કૂલે લઇ જતા અને ઘરે છોડતા રિક્ષાચાલકના મોબાઇલ પરથી ફોન આવ્યો હતો, જેમાં સગીરાએ જણાવ્યુ હતું કે, મમ્મી હું વાપી રેલવે સ્ટેશન પર છું અને રાજેશ અંકલ સાથે દિલ્હી જાઉં છું. જો કે તેની માતા કઈ સમજે અને કંઈ બોલે તે પહેલાં જ સગીરા એ ફોન કટ કરી દીધો હતો.

આઘાત પામી ગયેલા પરિવારે સામેથી ફોન કરવાનો પ્રયાસ કર્યો હતો પણ સંપર્ક થઇ શકયો ન હતો. પરિવારે પોતાની દીકરીની શોધખોળ હાથ ધરી હતી. રેલવે સ્ટેશન પર પણ પહોંચ્યા હતા પરંતુ ત્યાં પણ આખું સ્ટેશન ચેક કરી લીધા બાદ પણ સગીરાનો પત્તો લાગ્યો ન હતો.

આખરે હારેલી-થાકેલી માતાએ આ અંગે વાપી ડુંગરા પોલીસમાં અરજી આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. માતાએ વધુમાં જણાવ્યુ હતું કે, રિક્ષાચાલક રાજેશ રિક્ષામાં જ રહેતો હતો અને બાળકોને સ્કૂલમાં છોડવાનું કામ કરતો હતો. તે ક્યાં રહે છે કે તે ક્યાંનો હતો તે ખબર નથી.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here