૩ ચોરને ઝડપી લોકોએ ચખાડ્યો મેથીપાક, જાહેરમાં કર્યું મુંડન

0
94
Advertisement
Loading...

સુરતમાં જાહેરમાં ચોરી કરતા ત્રણ શખ્સોને ઝડપી પાડી સ્થાનિકોએ એવો મેથીપાક ચખાડ્યો હતો કે ચોરી કરનાર ચોરને સજા આપ્યા બાદ તેમની સાથે સમાધાન કરવામાં આવ્યુ હતુ.

મળતી માહિત મૂજબ ઓલપાડના સાયણ ગામથી ત્રણેય શખ્સો ચોરી કરી પસાર થઇ રહ્યા હતા ત્યારે ચોરીની આશંકાએ સ્થાનિકોએ તેની સાથે મારપીટ કરી હતી. લોકોએ પોલીસે જાણ કરતા જ પોલીસે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા અને જાહેરમાં સજા ફટકારી દીધી હતી. આ ત્રણ શખ્સોનું જાહેરમાં મૂંડન કરાવવામાં આવ્યુ હતુ.

ચોરને એવી રીતે સજા આપી કે મૂંડન કરાવી રસ્તા પર ફેરવ્યા હતા. જોકે ચોરી થયા બાદ ફરીયાદીએ કોઇ ફરિયાદ કરી ન હતી એટલે પોલીસે સમાધાન કરી ત્રણેય ચોરને છોડી દીધા હતા.(જી.એન.એસ)

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here