નામધા ગામમાં તળાવમાં ન્હાવા પડેલા ત્રણ બાળકોના ડૂબી જવાથી મોત

0
199
Advertisement
Loading...

વલસાડઃ નામધા ગામમાં આવેલા તળાવમાં ત્રણ બાળકોના ડૂબી જતા મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે. ગરમીથી રાહત મેળવવા ત્રણેય બાળકો ન્હાવા પડ્યા હતા

દરમિયાન ડૂબી જવાથી મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ ત્રણેય બાળકોના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

વાપી નજીક આવેલા નામધા ગામમાં ગામના જ ત્રણ બાળકો રવિવારની રજાને લઈને તળાવમાં ન્હાવા માટે પડ્યા હતા. જેમાં ત્રણેય બાળકો ડૂબવા લગ્યા હતા.

આસપાસમાં રહેલા લોકો બાળકોને બચાવે તે પહેલાં જ બાળકોનું ડૂબી જતા મોપ નિપજ્યું હતું. પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમે આવીને ત્રણેય બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા.

પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને ઘટના કેવી રીતે બની તેની માહિતી મેળવી હતી.

તળાવમાં ન્હાવા પડેલા ત્રણેય બાળકોના મૃતદેહ.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here