ડીસા: 3 દીકરીઓએ નિભાવ્યો પુત્ર ધર્મ, પિતાને કાંઘ આપી કર્યા અંતિમ સંસ્કાર

0
308
Advertisement
Loading...

ડીસા ખાતે ત્રણ પુત્રીઓએ પોતાના મૃતક પિતાને કાંધ અને અગ્નિ સંસ્કાર આપી પુત્ર ધર્મ નિભાવ્યો હતો. સાથે સમાજને એક નવું ઉદાહરણ પૂરું પડ્યું હતું. રવિવારે વહેલી સવારે આ ત્રણે દીકરીઓએ રડતી આંખે પોતાના પિતાને અગ્નિદાહ આપી એક પુત્ર ધર્મ પણ નિભાવ્યો હતો.

દીકરીઓએ અશ્રુભીની આંખે પિતાને અંતિમ વિદાય આપી

આપણો સમાજ પુરુષપ્રધાન દેશ માનવામાં આવે છે આજના વર્તમાન અને હરણફાળ યુગમાં પણ મહિલાઓને કેટલી જગ્યાએ નજર અંદાજ કરવામાં આવે છે. મોટા ભાગના ક્ષેત્રમાં મહિલાઓ એક આગવું સ્થાન ધરાવ્યું હોવાના ઉદાહરણો પણ પુરવાર થઇ ચુક્યા છે. તેમ છતાં કેટલીક જગ્યાએ પુરુષો અને મહિલાઓ વચ્ચે ભેદભાવ નીતિ દાખવાથી હોય છે. ડીસાનાં વેલુનગર પાસેની મધુકુંજ સોસાયટી ખાતે રહેતા 89 વર્ષીય કાંતિલાલે કાળીદાસ પંચીવાલાનું શનિવારે નિધન થયું હતું. જોકે તેમને પુત્ર ન હોવાથી તેમની ત્રણ પુત્રીઓ ચંદ્રકલાબેન પથ્થરવાલા,નીતાબેન કાનુડાવાલા અને મનીષાબેન નસરીવાલ રવિવારે સવારે અંતિમ વિદાય વખતે કાંધ આપી અશ્રુભીની આંખે પિતાને અગ્નિ દાહ આપી પુત્રધર્મ નિભાવ્યો હતો.

6 વર્ષ પહેલા ત્રણેય દીકરીઓએ આપી હતી માતાને કાંધ

છ વર્ષ અગાઉ આ પુત્રીઓની માતાનું નિધન થતાં તે સમયે પણ આ ત્રણે પુત્રીઓએ માતાને કાંધ આપી હતી. આ બાબતે ચંદ્રકલાબેન પથ્થરવાલાએ જણાવ્યું હતું કે અમારે કોઈ ભાઈ ન હોવાથી ઘરનું તમામ કામ અમે ત્રણે બહેનો વહેંચીને કરીએ છીએ.

અમે ત્રણે બહેનો પરણીત હોવા છતાં સામાજિક અને આર્થિક અને કૌટુંબિક જવાબદારીઓ નિભાવીએ છીએ અને અમારા પતિ પણ સહયોગ કરી રહ્યા છે, ત્યારે છ વર્ષ અગાઉ અમારી માતાનું નિધન થતાં અમો કાંધ આપી હતી અને શનિવારે અમારા પિતાનું અવસાન થતાં અમે ત્રણે બહેનોએ અમારા પિતાને કાંધ અને અગ્નિ સંસ્કાર આપી અમારા પિતાની અંતિમ ઈચ્છા પૂરી કરી છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here