અમદાવાદમાંથી ફરી પકડાઈ 2000 અને 500ની નકલી નોટો, રખીયાલ પોલીસે હાથ ધરી તપાસ

0
161
Advertisement
Loading...

અમદાવાદના રખીયાલ વિસ્તારમાંથી ભારતીય બનાવટની રુપીયા 2000 અને 500 ના દરની બનાવટી ચલણી નોટના જથ્થા સાથે રાજસ્થાની શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. કુલ રુપીયા 16 હજારની કિંમતની બનાવટી ચલણી નોટોનો જથ્થો પોલીસે જપ્ત કર્યો હતો. જ્યારે બનાવટી ચલણી નોટનો જથ્થો લાવી આપનાર મીઠારામ નામના શખસની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

ભારતીય અર્થતંત્રને ભયાનક નુકશાન પહોંચાડવાના કાવતરાનો પર્દાફાશ રખીયાલ પોલીસે કર્યો છે. ચોક્કસ બાતમીના આદારે રખીયાલ પોલીસે ભેલારામ ખુમારામ મેઘવાલ નામના શખની અટકાયત કરી તેની તલાસી લેતાં ભેલારામ પાસેથી ભારતીય બનાવટની રુપીયા 2000 અને 500 ના દરની બનાવટી ચલણી નોટોનો જથ્થો મળી આવતાં પોલીસ ચોંકી ઉઠી તી.રખીયાલ પોલીસે ભારતીય બનાવટની રુપીયા 2000ના દરની 6 અને 500 ના દરની 8 બનાવટી ચલણી નોટનો જથ્થો જપ્ત કર્યો હતો.

મુળ રાજસ્થાનના શિરોહી નો વતની ભેલારામ હાલ અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં રહે છે.કુલ રુપીયા 16 હજારની કિંમતની બનાવટી ચલણી નોટોના જથ્થા સાથે ઝડપાયેલા ભેલારામે કબુલાત કરી હતી કે બનાવટી ચલણી નોટનો જથ્થો તેના જ સગા ભાઈ મીઠારામે આપ્યો હતો.મીઠારામે તેને રુપીયા 20 હજારની કિંમતની બનાવટી ચલણી નોટોનો જથ્થો આપ્યો હતો.ભેલારામે અગાઉ બે વાર 4000 રુપીયાની કિંમતની બનાવટી ચલણી નોટોનો જથ્થો કોઈ અજ્ઞાત શખસોને આપ્યો હતો.

રખીયાલ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોર્ડ ટીમની પીએસઆઈ પી જી ખરાસસાણાએ બનાવટી ચલણી નોટ કૌભાંડ કેસની તપાસ હાથ ધરી છે.પીએસઆઈ પી જી ખરાણાએ મંતવ્ય ન્યુઝને જણાવ્યું હતું કે, ભેલારામને કોર્ટમાં રજુ કરી રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. બીજી પોલીસ ટીમ દ્વારા મીઠારામને ઝડપી લેવા શોધખોળ શસરુ કરવામાં આવી છે.

મીઠારામ પકડાયા બાદ તેની પુછપરછ કરવામાં આવશસે. ભારતીય બનાવટની ચલણી નોટ કોની પાસેથી લાવતા હતા, અગાઉ કેટલી વાર બનાવટી ચસસણી નોટનો જથ્થો લાવ્યા હતા, કોને કોને બનાવટી ચલણી નોટ આપી ચુક્યા છે ? તે તમામ બાબતોની પુછપરછ કરવામાં આવશે. ભારતીય અર્થતંત્રને ભયંકર નુકશાન પહોંચાડતા કાવતરાની ગંભીરતા લક્ષમાં લઈને પોલીસસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે. મીઠારામ પકડાયા બાદ ચોંકાવનારી બાબતોનો પર્દાફાશ થાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here