જાન લઈને જઈ રહેલ ટ્રક પુલ પરથી નીચે ખાબકી જતા, જાનૈયાની લાશોનો થયો ઢગલો

0
998
Advertisement
Loading...

ભાવનગરઃ રાજકોટ-ભાવનગર હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં 25થી વધુ લોકોના મોત થયા છે. જાન બોટાદના ટાટમ ગામે જઈ રહેલ ટ્રક રંઘોળા ગામ નજીક પુલ પરથી નાળામાં ખાબકતાં 25થી વધુ લોકોનાં મોત છે. જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. ટ્રકમાં 60થી વધુ લોકો સવાર હતા.

હાલ ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ભાવનગર ખાતે ખસેડવામાં આવ્યા છે. પાલિતાણાના અનીરાથી જાનનો ટ્રક બોટાદના ટાટમ ગામે જઈ રહ્યો હતો, ત્યારે આ અકસ્માતની ઘટના બની છે. અકસ્માતમાં પગલે હાલ તંત્ર અને સ્થાનિક લોકોએ બચાવ કાર્યું શરું કર્યું છે. 20 ફૂટ ઊંચા બ્રિજ પરથી ટ્રક નીચે પટકાતા અકસ્માતની ઘટના બની છે.

પ્રત્યક્ષદર્શીઓ પાસેથી મળેલી માહિતી પ્રમાણે ટ્રકનો અકસ્માત થયા પછી અકસ્માત સર્જનાર ડ્રાઇવર લોકોની મદદ કરવાને બદલે ત્યાંથી પલાયન થઈ ગયો હતો. બીજી તરફ આ અકસ્માતને કારણે ભારે રડા-રડા અને ચીસાચીસ થઈ ગઈ હતી.

અકસ્માતના સમાચાર મળતાં આસપાસથી લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને બચાવકામગીરી શરૂ કરી દીધી હતી. ઘટનાની જાણ થતાં તંત્ર પણ હરકતમાં આવી ગયું હતું અને તમામ મદદ કરવામાં આવી હતી. ભાવનગર અને બોટાદ ૧૦૮નો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ઘાયલનો હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માત ગમખ્વાર હોવાથી અને જાનહાનિ મોટી હોવાથી ઢસા, દામનગર, વલભીપુર, શિહોરની 5થી વધુ એમ્બ્યુલન્સની મદદ લેવાઈ હતી. ઇજાગ્રસ્તોને ટીમબી અને શિહોરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ચીફ મિનિસ્ટર કાર્યાલય તરફથી ઘટનાની વિગતો મંગવાઈ રહી છે. સરકાર તરફથી કલેક્ટર અને ડિસ્ટ્રિક્ટ હેલ્થ વિભાગ અને હોસ્પિટલ સત્તાવાળાઓને પણ યથા યોગ્ય અને યુદ્ધના ધોરણે મદદ કરવા માટે આદેશ અપાયો છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here