સચિન તેંડુલકર ની ફરારીમાં નીકળી 12 વર્ષના સંન્યાસીની શોભાયાત્રા જુઓ તસવીરોમાં

0
1170
Advertisement
Loading...

12 વર્ષની ઉંમરમાં સંસારમાં ભૌતિક સુખોને ક્ષણિક માનનાર હીરા વેપારીનો પુત્ર વૈભવી જીવનનો ત્યાગ કરી વૈરાગ્યનું જીવન જીવવા જઈ રહ્યો છે. 19મી એપ્રિલના રોજ ભવ્ય શાહ દીક્ષા લેવા જઈ રહ્યો છે.

ભવ્ય શાહ સ્પોર્ટ્સ કારનો ચાહક છે આજ કારણ છે કે ભવ્યની મુહૂર્ત યાત્રામાં તેની પસંદગીની ફરારી કારમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ કાર સચિનની હતી જેને સુરતના વેપારીએ ખરીદી હતી.

સુરતના હીરા વેપારી દીપેશ શાહનો 12 વર્ષીય પુત્ર ભવ્ય 19મી એપ્રિલના રોજ જૈન મુનિ બનવા જઈ રહ્યો છે.

સ્પોર્ટ્સ કારનો ચાહક ભવ્ય મુહૂર્ત યાત્રામાં તે પોતાની ફેવરિટ ફરારી કારમાં બેસીને આવ્યો હતો સાથે ઓપન જીપ્સીમાં નાચતો ગાતો નજરે જોવા મળ્યો હતો.

ભવ્યને માત્ર મોંઘી સ્પોર્ટસ્ કારનો જ શોખ નથી પરંતુ ગોગલ્સ અને પરફ્યુમ પણ તેને ખૂબ જ પસંદ છે. ભવ્ય પાસે ખાસુ કલેક્શન પણ જોવા મળે છે.

પરંતુ પોતાની લકઝરી જીવનને ત્યાગીને તે પોતાના નામની જેમ ભવ્ય દીક્ષા લેવા જઈ રહ્યો છે.

19 એપ્રિલ ના રોજ સવારે 8 કલાકે તે આચાર્ય રત્નસુરી મહારાજના હસ્તે દીક્ષા લેશે. ભવ્ય ધોરણ 6માં 79 ટકા મેળવી ચુક્યો છે.

હાલ દીક્ષાને ધ્યાનમાં રાખી ભણતર છોડી સંસ્કૃત વ્યાકરણનો અભ્યાસ કરી રહ્યો છે.

ચાર વર્ષ અગાઉ તેની બહેન પ્રિયાંશીએ દીક્ષા લીધી ત્યારે તેને લાગ્યું કે આ ભૌતિક સંસારમાં માત્ર પાપ અને અહિંસા છે અને એનાથી કાયમી સુખ મળી શકે નહીં.

આ માટે તે પણ પોતાની બહેનની જેમ દીક્ષા લેવા નિર્ણય લીધો.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here