હાર્દિક પટેલને મળેલ ‘Y’ કેટેગરી સુરક્ષા પરત ખેંચાવાના એંધાણ:સૂત્ર

0
116
Advertisement
Loading...

સૂત્રો દ્વારા મહત્વપૂર્ણ જાણકારી મળી રહી છે. જાણવા મળ્યું છે કે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલની સુરક્ષા પરત ખેંચી લેવામાં આવશે. ટૂંક સમયમાં જ હાર્દિક પટેલની Y કેટેગરીની સુરક્ષા પરત ખેંચી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમને આ જાણકારી ગૃહ વિભાગના આધારભૂત સુત્રો દ્વારા પ્રાપ્ત થઈ છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ સતત હાર્દિકની લોકપ્રિયતા ઘટી રહી છે. હાર્દિકની સુરક્ષાને લઈ IBએ કરેલી સમિક્ષા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે. IBની સમિક્ષા બાદ ગૃહ વિભાગે સુરક્ષા પાછીં ખેંચવાનો આદેશ કર્યો છે. મહત્વનું છે કે ચૂંટણી સમયે હાર્દિક પર જોખમને લઈ ગૃહ વિભાગે સુરક્ષા પુરી પાડી હતી અને 8 સુરક્ષાકર્મી ફાળવામાં આવ્યા હતા.

બીજી તરફ સુરક્ષા પાછી ખેંચવાના નિર્ણય સામે હાર્દિકે નારાજગી વ્યક્ત કરી છે. હાર્દિકે ટ્વિટ કર્યું છે કે મારી હત્યાનો પ્લાન છે કે જેલ મોકલવાનો ? હું તો કર્મ કરું છું ફળ સારુ કે ખોટું મને જ મળે છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here