સિદ્ધપુર નજીક ટ્રેન ઉથલાવવાનો નિષ્ફળ પ્રયત્ન

0
156
Advertisement
Loading...

પાટણ,

પાટણ જિલ્લાના સિદ્ધપુર નજીક અમદાવાદ-દિલ્હી રેલવે રુટ પર ટ્રેન ઉથલાવવાનો પ્રયત્ન કરાયો હોવાનો ચોંકાવનારી ઘટના સામે આવી છે. રેલવે ટ્રેક પર હુક લગાવીને ટ્રેનને ઉથલાવવા પ્રયત્ન કરાયો હતો. અંદાજે ૭ કિલોમીટર જેટલા રેલવે ટ્રેકને આ રીતે નુકશાન પહોંચાડવામાં આવ્યુ છે. અજાણ્યા શખ્સો દ્વારા કરવામાં આવેલ આ હરકત સામે આવ્યા બાદ તાત્કાલિક ધોરણે ટ્રેન વ્યવહાર અટકાવી સમારકામ હાથ ધરાયુ હતું.

સમયસર માહિતી મળી જતા મોટી દુર્ઘટના ટળી હતી. રેલવેના તમામ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. તેમજ આ હરકત કોણે કરી તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લઈ રહી છે. કારણકે, આ પહેલા ઉત્તરપ્રદેશમાં આ રીતે ટ્રેન ઉથલાવવાના પ્રયત્નો સામે આવી ચુક્યા છે.

જેની પાછળ આતંકી ષડયંત્રની પણ આશંકા રહેલી છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here