લાલ દરવાજા બસ ટર્મિનલ આધુનિક બનાવવામાં આવશે

0
224
Advertisement
Loading...

વર્ષોથી અટવાયેલ પ્રોજેક્ટ ફરી પાટા પર

છેલ્લા ૧૦ વર્ષથી શહેરના લાલ દરવાજા ટર્મિનસની તંત્ર દ્વારા સતત ઉપેક્ષા થતી જોવા મળી છે. લાલ દરવાજા ટર્મિનસની બિલકુલ પાસે કરોડો રૂપિયાના ખર્ચે શહેરના શાસકોએ ભદ્ર પ્લાઝા પરીસરનુ સુશોભીકરણ કર્યુ છે. ભદ્રકાળી મંદિરથી છેક ત્રણ દરવાજા સુધીના પરીસરને આકર્ષક બનાવવાામં આવ્યુ છે.

બીજીબાજુ સોનાની થાળીમાં લોઢાની મેખની જેમ જર્જરીત લાલ દરવાજા ટર્મિનસ અમદાવાદીઓને ખૂંચતુ હતુ. જોકે હવે રહી રહીને સત્તાવાળાઓની નજર ૬૫ વર્ષ જૂના લાલ દરવાજા ટર્મિનસ પર પડી છે અને આગામી એક વર્ષમાં રૂપિયા ૫ કરોડથી વધુના ખર્ચે આ ટર્મિનસને નવા રંગરોગાન સાથે તૈયાર કરી આકર્ષક બનાવવામાં આવશે. અમદાવાદ મ્યુનિ. ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે એએમટીએસનુ લાલ દરવાજા ટર્મિનસ હૃદય છે. દાયકાઓ જુના લાલ દરવાજા ટર્મિનસથી ભાગ્યે જ કોઈ અમદાવાદી અજાણ હશે.

સમગ્ર દિવસ દરમિયાન આશરે ૨.૨૫ લાખ ઉતારુઓની અવરજવરથી લાલ દરવાજા ટર્મિનસ સતત ધમધમતુ રહે છે.

ત્યારે છેલ્લા કેટલાક સમયથી આ ટર્મિનસની હાલતથી શહેરીજનો પણ ત્રાસી ઉઠ્યા હતા, જેની ફરીયાદો સત્તાવાળાઓની મળી હોવાનુ પણ સામે આવ્યુ હતું. ત્યારે હવે એવા અહેવાલ સામે આવ્યા છે કે દાયકાઓ જુના આ ટર્મિનસને હવે ટૂંક સમયમાં નવા રંગરોગાન સાથે તૈયાર કરી દેવામાં આવશે.

સુત્રોનું કહેવુ છે કે એએમટીએસના સત્તાવાળાઓએ અન્ય ટર્મિનસના નવીનીકરણના કામ હાથ ધરીને તેને આટોપી લીધા છે. ત્યારે હવે વસ્ત્રાલ ડેપો અને મેમ્કો ડેપોના આધુનિકીકરણનુ કામ હાથ ધરવામાં આવ્યુ છે.

તેમજ આગામી સમયમાં લાલ દરવાજા ટર્મિનસનુ પણ કામ હાથમાં લેવામાં આવશે, જે માટે તંત્ર દ્વારા ૫ કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવે તેવી શક્યતા છે. લાલ દરવાજા ટર્મિનસ કુલ ૩૦૪ બસના ઉતારુઓથી ગાજતુ રહે છે. તંત્ર દ્વારા આ ટર્મિનસના નવીનીકરણ માટે રૂપિયા ૫.૭૨ કરોડનો અંદાજ પણ મંજુર કરાયો છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here