રાજકોટઃ PSI પર હુમલો, બે રાઉન્ડ ફાયરિંગ, આરોપીને પગમાં વાગી ગોળી

0
210
Advertisement
Loading...

રાજકોટઃ શહેરમાં જાણે પોલીસનો ખોફ જ ન હોય તેમ લૂખ્ખા તત્વો બેફામ બન્યા છે. શહેરના ભાગોળે આવેલા આટકોટ ગામ પાસે હત્યાના પ્રયાસના ગુનામાં આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર જ હુમલો થયો હતો. જોકે પોતાના સ્વબચાવમાં પીએસઆઇએ બે રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું.

પીએસઆઇ અને કોન્સટેબલ પણ ઇજાગ્રસ્ત

પ્રાપ્ત વિગત મુજબ શહેરના બાયપાસ વિસ્તાર અને આટકોટ ગામ પાસે પોલીસે દરોડો પાડી હત્યાનો પ્રયાસ કરનાર આરોપીને પકડવા કવાયત હાથ ધરી હતી, જો કે આ દમરિયાન પોલીસ પર જ કેટલાક શખ્સોએ ધારિયા સહિતના હથિયારો વડે હુમલો કરી દીધો હતો. બાદમાં પોતાના સ્વબચાવ માટે પીએસઆઇએ સર્વિસ રિવોલ્વરથી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં એક શખ્સને પગમાં ગોળી વાગી હતી, તો સામા પક્ષે પીએસઆઇ તથા કોન્સ્ટેબલને પણ ઇજા પહોંચી હતી. ઘટનામાં ઘાયલ આરોપીને સિવિલ ખાસે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here