મહા શિવરાત્રીનો પ્રારંભ, ભવનાથમાં 57 એકરમાં નાગાબાવાનો કુંભ મેળો

0
333
Advertisement
Loading...

જુનાગઢઃ શિવની આરાધનાનું પર્વ એટલે મહા શિવરાત્રી. ભવનાથમાં વર્ષોથી શિવરાત્રીના મેળાનું આયોજન થાય છે. દેશભરમાંથી દિગ્મ્બર સાધુઓ અહીં આવી ધૂણા ધખાવે છે અને શિવરાત્રીની રાત્રે ભવનાથમાં નાગાસાધુઓની રવાડી નિકળે છે. બાદ મૃગીકુંડમાં શાહી સ્નાન કરે છે એ સાથે જ પાંચ દિવસીય શિવરાત્રીનો મેળો પૂર્ણ થાય છે.

જૂનાગઢ સિવાય નેપાળ, હરિદ્વારમાં પણ નિકળે છે રવાડી

શિવરાત્રીમાં માત્ર જૂનાગઢ જ નહીં નેપાળ, હરિદ્વાર, કાશી, જગન્નાથપુરીમાં પણ રવાડી નિકળે છે.

57 એકરમાં મિનીકુંભ મેળો

100 થી વધુ ધૂણા ભવનાથ મંદિર પાછળ બાજુમાં તેમજ આહવાન અખાડાની બાજુમાં ધૂણા બનાવાયા. 2200 દિગમ્બર સાધુ ખંડ દર્શનનાં દેશભરમાંથી 2200થી વધારે દિગમ્બર સાધુ શિવરાત્રીનાં મેળામાં આવે છે. 150 ઉતારા – અન્નક્ષેત્ર ભવનાથ તીર્થ ક્ષેત્રમાં શિવરાત્રીને લઇ અન્નક્ષેત્ર અને ઉતારા શરૂ થશે. 32 ધર્મશાળા ભવનાથ ધર્મક્ષેત્રની અંદર જુદી-જુદી ધર્મશાળાઓ આવેલી છે. 2400 પોલીસ મેળામાં કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ટ્રાફિક નિયમન માટે પોલીસ બંદોબસ્ત રહેશે. 44 રાવટી મેળાને લઇ જૂનાગઢનાં જુદા- જુદા વિસ્તારમાં રાવટીઓ ઉભી કરાઇ. 17 સીસીટીવી ભવનાથ મેળામાં જુદી-જુદી જગ્યાએ સીસીટીવી કેમેરાની નજર રહેશે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here