બુલેટ ટ્રેન માટે અમદાવાદના ૧૦ ગામોની ૩.૨૮ લાખ ચો.મી.જમીન સંપાદીત થશે

0
184
Advertisement
Loading...

અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે અમદાવાદમાં ૧૦ ગામોની કુલ ૩.૨૮ લાખ ચો.મી.જમીનનું સંપાદન કરવામાં આવનાર છે. જેમાં ચેનપુર ગામની સૌથી વધુ ૧.૬ લાખ ચો.મી. જમીન સંપાદીત કરાશે. આ માટેની કામગીરી પણ શરૃ કરી દેવામાં આવી છે. સાબરમતીથી અમદાવાદ રેલવે સ્ટેશન સુધીની હયાત રેલવે લાઇન ઉપર બુલેટ ટ્રેન દોડાવવાનું આયોજન છે.

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની આજે ગુરૃવારે યોજાયેલી બેઠકમાં બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન અંગેની કામગીરી સંદર્ભેની જાણકારી માટે મુકાયેલી દરખાસ્તમાંથી આ વિગતો બહાર આવી છે. જેમાં ગેરતપુર, ઘોડાસર, રાણીપ, ચેનપુર, વિંઝોલ, બારેજડી, કાળીગામ, અચેર, રોપડા અને દેવડી ગામની જમીનો સંપાદીત કરવામાં આવનાર છે.

આ દશ ગામોની જમીન સંપાદન અંગેની કામગીરી હાલ ચાલી રહી છે. જમીન સંપાદનની કામગીરી દરમિયાન કેટલી મિલકતોને અસર થશે તે અંગે સંપાદન બાદ અલગથી સર્વે હાથ ધરવામાં આવશે. બુલેટ ટ્રેન સાબરમતી રેલવે સ્ટેશનથી દોડાવવામાં આવનાર છે. દશ ગામોની સંપાદીત જમીનોમાંથી ક્યાં બુલેટ ટ્રેનનું સ્ટેશન બનાવવામાં આવશે તે વિગતો હજુ જાહેર કરાઇ નથી.

કયા ગામની કેટલી જમીન સંપાદીત થશે ?

ગામ સંપાદીત જમીન (ચો.મી.)
ચેનપુર  ,૦૬,૪૨૦
વિંઝોલ ૭૬ ,૩૩૬
દેવડી ૫૪ ,૩૧૦
ઘોડાસર ૩૦ ,૪૨૨
ગેરતપુર ૧૯ ,૭૫૯
રાણીપ ૧૧ ,૫૭૧
બારેજડી ૧૧ ,૬૭૬
કાળીગામ  ,૬૭૬
અચેર  ,૭૩૦
રોપડા ૧૦ ,૫૫૧
Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here