ફી નિયમનને લઇને સરકાર અને શાળા સંચાલકોને વચ્ચે બેઠક, CM રૂપાણી રહેશે ઉપસ્થિત

0
108
Advertisement
Loading...

ફી નિયમન બાદ પર શાળા સંચાલકો દ્વારા ઈતર પ્રવૃતિઓના નામે લાખો રૂપિયા ફી વસુલવામાં આવી રહી છે. ત્યારે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આજે શાળા સંચાલકો અને સરકાર વચ્ચે બેઠક યોજાવા જઈ રહી છે. આજે સાંજે 6 વાગ્યે ગાંધીનગર ખાતે આ બેઠક યોજાશે. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને શિક્ષણમંત્રી ભૂપેદ્રસિંહ ચૂડાસમા હાજર રહેશે.

આ બેઠકમાં પુરક અને ઈત્તર પ્રવૃત્તિઓના ફી ધોરણને લઈને ચર્ચા કરવામાં આવશે. શાળા સંચાલકો સાથે ચર્ચા-વિચારણ બાદ સરકાર એક રિપોર્ટ તૈયાર કરશે. જેને આગામી 2 જૂલાઈના સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.                                                                                           ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં ફી નિયમનને લઇને વાલીઓ અને શાળા સંચલકો વચ્ચે ઘર્ષણ જોવા મળી રહ્યું છે. શાળા સંચાલકો દ્વારા પોતાની મનમાની મુજબ ફી વધારો ઝીંકવામાં આવે છે.

RC (Fee Regulatory Committee) મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે વાલીઓને મોટી રાહત આપી હતી. સુપ્રીમ કોર્ટે FRC દ્વારા નક્કી કરાયેલી ફીને યોગ્ય ઠેરવી છે. સાથે એમ પણ કહ્યું કે શાળાઓ FRCએ જે ફી નક્કી કરી હશે તેનાંથી વધુ ફી હવે નહીં ઉઘરાવી શકે અને જો વાલીઓ પાસેથી વધુ ફી ઉઘરાવી હશે તો તે ફી વાલીઓને પરત આપવી પડશે.                                                                                                             આ સાથે એમ પણ જણાવ્યું હતું કે સરકાર દ્વારા ફીનું જે કંઇ ધોરણ નક્કી કરવામાં આવ્યું છે તે તમામ શાળાઓને માન્ય રાખવું જ પડ઼શે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા અગાઉ આપવામાં આવેલ ચુકાદામાં એવું સ્પષ્ટપણે જણાવાયું હતું કે ફી અંગેની કોઇ પણ સમસ્યા અંગે વાલીઓએ કે શા‌ળા સંચાલકોએ કોર્ટની બેન્ચ સમક્ષ આવીને રજૂઆત કરવી પડશે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here