ફિલ્મ Padmavat નો ઠેર ઠેર વિરોધ,મહેસાણામાં એસ.ટી. બસો સળગાવાઈ

0
209
Advertisement
Loading...

સુપ્રિમ કોર્ટે ફિલ્મ Padmavat ને દેશભરમાં રીલીઝ કરવાની મંજુરી આપ્યા બાદ પણ ગુજરાતમાં ફિલ્મ પદમાવતનો ક્ષત્રિય સમાજ અને કરણી સેના દ્વારા ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેમાં ઉત્તર ગુજરાતના અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. તેમજ મહેસાણામાં એસ.ટી.બસોને સળગવાની ઘટના પણ સામે આવી છે. જેના પગલે જીએસઆરટીસીએ ઉત્તર ગુજરાતની બસ સેવાઓ હાલ પુરતી બંધ કરી દેવાની જાહેરાત કરી છે.

જો કે ગુજરાતમાં અનેક સિનેમા માલિકોએ આ ફિલ્મને નહીં દર્શાવવાનો નિર્ણય લીધો છે. જો કે તેમ છતાં મહેસાણા અને આણંદમાં લોકોએ રસ્તા પર આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ પદમાવતને દેશભરમાં રીલીઝ કરવાના સુપ્રિમ કોર્ટના આદેશ બાદ BJP શાસિત ચાર રાજ્યોને આંચકો લાગ્યો છે. દેશમાં છેલ્લા બે મહિનાથી ચાલી રહેલો ફિલ્મ Padmavat પરનો ગતિરોધ આજે સુપ્રિમ કોર્ટના નિર્ણય બાદ થંભી ગયો છે. જેમાં પણ કરણી સેના અને રાજપુત સમાજના વિરોધ મુદ્દે આ સમગ્ર વિવાદે રાજકીય સ્વરૂપ લીધું હતું. તેમજ તેના વિરોધમાં ખુદ ભાજપ શાસિત રાજ્યો આવતા ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલીએ આ ફિલ્મ ગુજરાત ઈલેકશન પૂર્વે રીલીઝ ન કરવાનો નિર્ણય લીધો હતો.

જો કે તેની બાદ ફિલ્મ પદમાવતીના વિવાદને શાંત પાડવા માટે સેન્સર બોર્ડે પણ આ ફિલ્મને નામના બદલાવ સાથે રીલીઝ કરવાની મંજુરી આપી હતી. પરંતુ તેમ છતાં તેનો સતત વિરોધ થતો રહ્યો હતો. જો કે આ ફિલ્મ ૨૫ જાન્યુઆરીના રોજ રીલીઝ થવાની છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here