પ્રવીણભાઇ રાત સુધી ઘનશ્યામભાઇના ઘરે રોકાયા હતાઃ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ

0
191
Advertisement
Loading...

વિશ્વ હિંદુ પરિષદના કાર્યાધ્યક્ષ પ્રવીણ તોગડિયા ગાયબ થઇ ગયા છે. તેઓનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો છે. રાજસ્થાન પોલીસ વિહિપના નેતા પ્રવીણ તોગડીયાને લઇ કે ગુજરાત પોલીસ તે ચર્ચાનો વિષય બન્યો હતો બંને પોલીસ પાસે પ્રવીણ તોગડીયા ન હતા. તેઓ ક્યા હતા અને શું કર્યું તે ચર્ચાનો વિષય બન્યો હતો. બીજી તરફ વિહિપના કાર્યકરો રોડ પર આવી ગયા હતા અને હોબાળો કરવા લાગ્યા હતા. દરમિયાનમાં મોડી સાંજે નાટયાત્મક રીતે પ્રવીણ તોગડીયા શાહિબાગની ચંદ્રમણી હોસ્પિટલમાં દાખલ થયા હતા.

આ અંગે ક્રાઇમ બ્રાંચના જોઇન્ટ કમિશનર જે.કે.ભટ્ટે પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતુ કે, વિહિપ નેતા પ્રવીણ તોગડીયા કાર્યકર ધીરુ કપુરીયા સાથે રીક્ષામાં બેસી ૧૧.૦૮ વાગે નિકળ્યા હતા અને દાઢી વાળા હતા તે ધીરુભાઇ કપુરીયા હોવાનુ એસઆરપી જવાને સ્ટેટમેન્ટમાં જણાવ્યુ હતુ. નિકળ્યા તેવામાં જ સાથીદાર ઘનશ્યામ ચરણદાસનો સંપર્ક ફોન પર કર્યો હતો અને નહેરુનગર પહોચ્યા ત્યારે પ્રવીણભાઇએ ફોન સ્વિચઓફ કરી દીધો હતો. બાદમાં થલતેજ સંગીની બંગ્લોઝમાં આવેલા ઘનશ્યામભાઇના ઘરે પહોચ્યા હતા. તે તેમના ઘરના સીસીટીવી ફુટેજમાં દેખાઇ ગયુ હતુ. પ્રવીણભાઇ સાથે બપોરે ૨ વાગ્યા સુધી ધીરુભાઇ કપુરીયા રોકાયા બાદ નિકળ્યા અને તેઓ પણ નહેરુનગર આવી પોતાનો મોબાઇલ બંધ કરી દે છે.

પ્રવીણભાઇ રાત સુધી ઘનશ્યામભાઇના ઘરે રોકાયા હતા. બાદમાં રાત્રીના ૭.૫૨ વાગ્યે ઘનશ્યામભાઇએ તેમના ડ્રાઇવર નિકુલ રબારીને બોલાવી કારમાં સરદારનગર ખાતે ૮.૨૦ વાગ્યે પહોચ્યા હતા. કોતરપુર ખાતે પ્રવીણભાઇ અને ઘનશ્યામભાઇ ઉતરી ગયા અને ડ્રાઇવર નિકુલના ફોનથી ૧૦૮માં ફોન કર્યો હતો અને એક અજાણ્યા માણસ બિમાર છે તેમ કહીને ૧૦૮ બોલાવી હતી. નિકુલને રવાના કરી ઘનશ્યામભાઇ અને પ્રવીણભાઇ ૧૦૮ની રાહ જોઇ હતી.

૧૦૮માં ઘનશ્યામભાઇએ પોતાના નામે જ ફોન કર્યો હતો. બાદમાં ૧૦૮માં બેસી તેના ટેકનીશ્યનથી કોઇ પણ સારવાર લીધા વગર સીધા શાહિબાગ ચંદ્રમણી હોસ્પિટલ લઇ જવા જણાવ્યુ હતુ. ચંદ્રમણી હોસ્પિટલમાં પ્રવીણભાઇને દાખલ કરી ઘનશ્યાભાઇ ત્યાથી નિકળી ગયા હતા.

ક્રાઇમની તપાસમાં સ્પષ્ટ થઇ ગયુ હતુ કે, ચંદ્રમણી હોસ્પિટલના ડોકટર અગ્રવાલ છ વાગ્યાથી ઘનશ્યામભાઇના સંપર્કમાં હતા. ડોકટર અગ્રવાલ પણ શંકાના દાયરામાં આવ્યા હોવાનુ ક્રાઇમ બ્રાંચે સ્પષ્ટ પણે જણાવ્યુ છે.

પ્રવીણ તોગડીયાના રુમનુ સર્ચ પણ પાલડી પોલીસ કે ક્રાઇમ બ્રાંચે કર્યુ નથી.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here