પોલીસ સ્ટેશન કે લિકર શોપ? વ્યક્તિ જોઇને થઇ જાય છે આશ્ચર્યચકિત.

0
17
Advertisement
Loading...

અમદાવાદ: સરદારનગર પોલીસ સ્ટેશનમાં કોઇ પણ વ્યક્તિ આવે છે તો તે આશ્ચર્યચકિત થઇ જાય છે કે ભૂલથી કોઇ લિકર શોપમાં તો નથી આવી ગયા ને.! સરદારનગર પોલીસ સ્ટેશનનો મુદ્દામાલરૂમ દારૂની પેટીઓથી ભરાઇ ગયો છે, જેના કારણે હવે પોલીસે ઝડપેલો દારૂ પીએસઓના ટેબલ પાસે મૂકવાની નોબત આવી ગઇ છે.

સરદારનગર પોલીસ સ્ટેશનની હદમાં આવતા વિસ્તારમાંથી રોજેરોજ એટલો બધો દારૂ ઝડપાય છે કે મુદ્દામાલરૂમ દારૂનું ગોડાઉન બની ગયો છે જ્યારે પોલીસ સ્ટેશન જાણે લિકર શોપ જેવું બની ગયું છે. છેલ્લા છ મહિનામાં દારૂના સૌથી વધુ કેસ સરદારનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે.

ડ્રાય સ્ટેટ ગણાતા ગુજરાતમાં પાણી કરતાં દારૂ સરળતાથી મળી રહે છે તેમજ દરરોજ લાખો રૂપિયાનો દારૂ ઝડપાય પણ છે. આમ છતાં સરકાર દ્વારા કોઈ કડક પગલાં ભરવામાં આવતાં નથી. આ દારૂ ગુજરાતમાં કેવી રીતે આવે છે તેની વિગતો શોધવા છતાં મળી શકતી નથી.

દારૂના અડ્ડા બંધ કરાવવા માટે પોલીસ રોજબરોજ અનેક રેડ કરે છે. બુટલેગરને ડામવા માટે અનેક સ્પેશિયલ ટીમ બનાવી છે અને હવે કેટલાક બુટલેગરનાં ગેરકાયદે બાંધકામ પણ તોડવામાં આવી રહ્યાં છે તે છતાંય બુલટેગર પોલીસના ડર વગર બેરોકટોક દારૂનો ધંધો કરી રહ્યા છે. ક્રાઇમ બ્રાંચ, પીસીબી જેવી એજન્સીઓ હોવા છતાંય શહેરમાં યેનકેન રીતે દારૂ ઘુસાડવામાં આવે છે.

કેટલાક પોલીસ કર્મચારીઓની મિલીભગતથી દારૂ બુટલેગર પાસે સહી-સલામત પહોંચી જાય છે તો કેટલોક દારૂનો જથ્થો પોલીસના હાથે આવી જાય છે જ્યારે કોઇ પણ દારૂ‌િડયો દારૂ પીધેલી હાલતમાં ઝડપાય તો તેના વિરુદ્ધ તો ગુનો દાખલ થાય છે, પરંતુ જ્યાંથી દારૂ પીધો હતો તેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવે છે.

પોલીસ તનતોડ મહેનત કરે છે, પરંતુ દારૂના ધંધા પર લગામ લગાવવી અશક્ય છે, કારણ કે બુટેલગર કાયદાને હ‌િથયાર બનાવી દેતા હોય છે. શહેરના સરદારનગર વિસ્તારને દૂરના ડિસ્ટ્રિબ્યૂશન માટેની હદ ગણવામાં આવે છે છેલ્લા છ મહિનામાં સૌથી વધુ દારૂનો જથ્થો તેમજ દારૂ‌િડય સરદારનગરમાંથી મળી આવ્યા છે.

૧ જાન્યુઆરી, ર૦૧૮થી આજ‌િદન સુધી સરદારનગર પોલીસ સ્ટેશનમાં ૯૭પ કેસ દાખલ થયા છે તેમ છતાંય સરદારનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ કુબેરનગર, છારાનગર જેવા વિસ્તારમાં ગમે તે બ્રાન્ડનાે દારૂ મળે છે. છેલ્લા છ મહિનામાં પૂર્વ વિસ્તારમાં આવેલાં પોલીસ સ્ટેશનમાં ૪૯૮૪ કેસ દારૂના તેમજ દારૂ‌િડયાઓ વિરુદ્ધમાં કરવામાં આવ્યા છે ત્યારે પશ્ચિમ વિસ્તારમાં આવેલાં પોલીસ સ્ટેશનમાં ર૬૪૮ કેસ કરવામાં આવ્યા છે.

સરદારનગર પોલીસ સ્ટેશન દ્વારા રોજેરોજ છારાનગર, કુબેરનગર તેમજ રમેશ બિસ્કિટની ગલી જેવા એ‌રિયામાં રેડ કરાય છે અને તે દારૂના નાના-મોટા કેસ કરતી હોય છે. પોલીસ સ્ટેશનના મોટા ભાગના પોલીસ કર્મચારીઓ દારૂના કેસ કરવામાં વ્યસ્ત હોય છે. પોલીસે એટલા કેસ કર્યા છે કે પોલીસ સ્ટેશનનો મુદ્દામાલરૂમ દારૂનું ગોડાઉન થઇ ગયો છે ત્યારે હવે તેઓ દારૂ મૂકવા માટે પીએસઓ ટેબલનો ઉપયોગ કરી રહ્યા છે.

પોલીસ સ્ટેશનનું પીએસઓ ટેબલ કોઇ વાઇન શોપ હોય તેમ લાગી રહ્યું છે. ફરિયાદ નોંધાવવા માટે આવતા લોકો પણ આ વાઇન શોપને જોઇ આશ્ચર્યચકિત થઇ જાય છે. આ સિવાય પીએસઓ ટેબલ પર બેઠેલા પોલીસ કર્મચારીઓને દેશી દારૂની એટલી ગંધ મારે છે કે જાણે કોઇ દેશી દારૂની ભઠ્ઠીમાં બેસીને ફરિયાદ લખતા હોય.

આ મામલે સેકટર-રના જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ અશોક યાદવે જણાવ્યું છે કે કોર્ટના ઓર્ડરથી મુદ્દામાલનો નિકાલ કરવામાં આવશે. એરપોર્ટ પોલીસ સ્ટેશન નવું બની રહ્યું છે, જેથી પોલીસ સ્ટેશનનો અડધો સ્ટાફ ખાલી થઇ જતાં દારૂ મૂકવા જગ્યા થશે.

છ મહિનામાં પોલીસે પ્રોબિબિશન એક્ટ હેઠળ કરેલા કેસ

પોલીસ સ્ટેશન કેસ
અમરાઇવાડી ર૦ર
આનંદનગર પ૦
બાપુનગર ર૧૧
ચાંદખેડા ૧૩૩
દાણીલીમડા ૧૯૮
એ‌િલસ‌િબ્રજ ૧૦૮
દરિયાપુર ૮૩
ગાયકવાડ હવેલી ૮૭
ગોમતીપુર ર૮૩
ઘાટલોડીયા ૭૮
ઇસનપુર ૧૪૮
ગુજરાત યુનિવ‌િર્સટી ૪૪
કાગડાપીઠ ર૮૮
કાલુપુર ૪પ
ખોખરા ર૯૬
કારંજ ૪૭
કૃષ્ણનગર ૧૪ર
ખા‌િડયા પ૮
મ‌િણનગર ૬૭
માધુપુરા ૧૭૭
મેઘાણીનગર ૩૧૦
નારણપુરા ૪૬
નરોડા ૧૯૪
નવરંગપુરા ૩૯
નારોલ ૧ર૯
પાલડી ૪૦
નિકોલ ૧૮ર
રાણીપ ૧૩૧
ઓઢવ ર૭પ
સાબરમતી ર૮૬
ર‌િખયાલ ૧ર૦
‌િરવરફ્રન્ટ (વેસ્ટ) ર૬
રામોલ ૩૦૪
સરખેજ ર૪૯
સરદારનગર ૯૭પ
સેટેલાઇટ ૪ર
શાહીબાગ ૧પર
શાહપુર ૧૦૩
વટવા ર૬૪
શહેરકોટડા ૧૮૯
વટવા-જીઆઇડીસી ૧૬૩
સોલા ૧ર૭
વાડજ ૧૬પ
વસ્ત્રાપુર પ૧
વેજલપુર ૩ર૭
કુલ ૭,૬૩૪
Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here