નરોડા પાટીયા કેસ માયા કોડનાની નિર્દોષ, કોર્ટે કુલ 32માંથી 17 લોકોને નિર્દોષ જાહેર કર્યા

0
142
Advertisement
Loading...

ગુજરાત હાઈ કોર્ટે આજે નરોડા પાટીયા નરસંહાર કેસમાં ચુકાદો આપતાં માયા કોડનાનીને નિર્દોષ જાહેર કર્યાં છે.

જ્યારે બજરંગ દળના નેતા બાબુભાઈ પટેલ ઉર્ફે બાબુ બજરંગીને દોષિત જાહેર કર્યા છે.

2012માં ચાલેલા આ જ કેસમાં ટ્રાયલ કોર્ટે માયા કોડનાનીને મુખ્ય આરોપી ગણાવતા આજીવન કેદની સજા કરી હતી.

હાઈ કોર્ટે માયા કોડનાનીને નિર્દોષ જાહેર કરતાં કહ્યું કે માયા કોડનાનીના મામલામાં જે પણ સાક્ષીઓએ નિવેદનો આપ્યાં છે તેને વિશ્વાસપાત્ર ગણી શકાય નહીં.

આ મામલે હાઈ કોર્ટે ચુકાદામાં કહ્યું કે પોલીસ તરફથી એવા કોઈ પુરાવા નથી કે માયા કોડનાની કારમાંથી ઊતરીને ટોળામાં ગયાં હોય.

હાઈ કોર્ટે ટ્રાયલ કોર્ટેનો ચુકાદો યથાવત રાખતા બાબુ બજરંગીને દોષિત જાહેર કર્યા છે.

જોકે, બાબુ બજરંગીને થયેલી આજીવન કેદની સજામાં ઘટાડો કરીને તેમની સજા 21 વર્ષ કરી દેવામાં આવી છે.

તમે આ વાંચ્યું કે નહીં ?

આ ચુકાદામાં હાઇ કોર્ટે માયા કોડનાનીના PA ક્રિપાલસિંહ છાબડાને પણ નિર્દોષ જાહેર કર્યા છે.

ક્રિપાલસિંહને ટ્રાયલ કોર્ટે તેના ચુકાદમાં દોષિત જાહેર કર્યા હતા.

નરોડા પાટીયા નરસંહાર કેસમાં ટ્રાયલ કોર્ટે કુલ 32 લોકોને દોષિત જાહેર કર્યા હતા.

હાઈ કોર્ટે ચુકાદો આપતા આ કેસમાં 32માંથી 17 લોકોને નિર્દોષ જાહેર કરી દીધા હતા. જેમાં એક આરોપીનું મોત થયું હતું.

જ્યારે બે આરોપી મામલે કોર્ટ રિસેસ પછી ચુકાદો સંભળાવશે.

શું છે સમગ્ર મામલો?

માયા કોડનાની નિર્દોષ જાહેર થયાં તે નરોડા પાટીયા નરસંહારમાં શું થયું હતું? #MayaKodnani

End of Facebook post by BBC News Gujarati

અયોધ્યાથી કાર સેવકને લઈને આવતી સાબરમતી એક્સપ્રેસના એસ-6 કોચને ગોધરા પાસે 27 ફેબ્રુઆરી, 2002ના રોજ સળગાવી દેવામાં આવ્યો હતો.

જેમાં 57 લોકો જીવતાં સળગી ગયાં હતા. જે બાદ વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળે ગુજરાત બંધનું એલાન આપ્યું હતું.

28 ફેબ્રુઆરીના રોજ ટોળું નરોડા-નારોલ હાઇવે અને નરોડા પાટીયા પાસે પહોંચ્યું હતું.

જે બાદ 97 મુસ્લિમોની હત્યા કરી દેવામાં આવી હતી અને આ ઘટનામાં 33 લોકો ઘાયલ પણ થયા હતા.

જેમાં તત્કાલિન ભાજપ સરકારના મંત્રી માયા કોડનાની અને બજરંગ દળના નેતા બાબુ બજરંગી સહિત કુલ 62 લોકો સામે 2009માં કેસ શરૂ થયો હતો.

કોર્ટે સુનાવણી દરમિયાન 327 લોકોનાં નિવેદનો લીધાં હતાં. આ ગુજરાત રમખાણો સાથે જોડાયેલો એક બહુ ચર્ચિત કેસ છે. જેની તપાસ એસઆઈટીએ કરી હતી.

માયા કોડનાની પર તમામની નજર

માયા કોડનાની હાલ જામીન પર જેલની બહાર છે. નીચલી કોર્ટે તેમને ‘હિંસાનાં માસ્ટર માઇન્ડ’ ગણાવ્યાં હતાં.

કોડનાની તે સમયે નરેન્દ્ર મોદીની સરકારમાં મંત્રી હતાં. તેમને મોદીની નજીકની વ્યક્તિઓમાંના એક ગણવામાં આવતાં હતાં.

માયા કોડનાનીનો પરિવાર ભારતના ભાગલા પહેલાં હાલ પાકિસ્તાનમાં આવેલા સિંધ પ્રાંતમાં રહેતો હતો.

ભાગલા બાદ તેમનો પરિવાર ગુજરાતમાં આવીને વસ્યો. વ્યવસાયે માયા કોડનાની ડૉક્ટર હતાં. નરોડામાં તેમની હોસ્પિટલ હતી.

તેઓ આરએસએસ સાથે પણ જોડાયેલાં હતાં. બાદમાં તેઓ રાજકારણાં સક્રિય થયાં હતાં.

માનવામાં આવે છે કે તેમની વાત કરવાની આવડતને કારણે તેઓ ભાજપમાં ખૂબ લોકપ્રિય બની ગયાં હતાં.

1998માં તેમણે નરોડાથી વિધાનસભાની ચૂંટણી લડી અને ધારાસભ્ય બન્યાં.

તેઓ 2002 અને 2007માં ફરી ધારાસભ્ય તરીકે ચૂંટાયા અને નરેન્દ્ર મોદીની સરકારમાં મંત્રી પણ બન્યાં.

જે બાદ 2009માં નરોડા પાટીયાનો કેસ શરૂ થયો અને તેમાં સુપ્રીમ કોર્ટની વિશેષ ટીમે તેમને પૂછપરછ માટે બોલાવ્યાં હતાં.

જે બાદ માયા કોડનાનીની ધરપકડ કરવામાં આવી અને તેમણે પોતાના પદેથી રાજીનામું આપી દેવું પડ્યું.

જોકે, ત્યારબાદ તેમને જામીન મળ્યા અને તેઓ વિધાનસભામાં જતા-આવતા રહ્યાં અને તેમના પર કેસ પણ ચાલતો રહ્યો.

29 ઓગસ્ટ 2012ના રોજ કોર્ટે તેમને નરોડા પાટીયાનાં રમખાણોમાં દોષી જાહેર કર્યાં અને આજીવન કેદની સજા સંભળાવી હતી.

હાઈ કોર્ટમાં કેસની સુનાવણી

આ મામલે આજીવન કેદની સજા ભોગવી રહેલાં પૂર્વ મંત્રી માયા કોડનાની સહિત 32 દોષીતોએ ગુજરાત હાઈ કોર્ટમાં તેમને થયેલી સજા સામે અરજી કરી હતી.

28 ફેબ્રુઆરી, 2002ના રોજ ગોધરાકાંડ બાદ થયેલાં રમખાણોમાં 97 મુસ્લિમોની હત્યા કરી દેવામાં આવી હતી.

જેમાં કુલ 62 લોકો સામે આરોપ ઘડવામાં આવ્યા હતા. 29 ઓગસ્ટના રોજ જ્યોત્સના યાજ્ઞિકની અધ્યક્ષતાવાળી કોર્ટે ચુકાદો આપતા માયા કોડનાની અને બજરંગ દળના નેતા બાબુભાઈ પટેલ ઉર્ફે બાબુ બજરંગી સહિત 32 લોકોને દોષીત ઠેરવ્યા હતા. જ્યારે 29 લોકોને નિર્દોષ જાહેર કર્યા હતા.

જે બાદ તમામ દોષીતોએ પોતાની સજા સામે ગુજરાત હાઈ કોર્ટમાં અરજી કરી હતી.

ઉપરાંત આ કેસમાં ભોગ બનેલા લોકોના પરિવારજનોએ પણ 29 લોકોને નિર્દોષ છોડવા સામે હાઈ કોર્ટમાં અરજી કરી છે.

આ કેસમાં તપાસ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા નીમાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમે(SIT) પણ હાઈ કોર્ટમાં અરજી કરી હતી.

બાબુ બજરંગીને આજીવન કેદની સજા કેટલીક છૂટ સાથે આપવામાં આવી હતી. જેને પડકારતી અરજી એસઆઈટીએ હાઈ કોર્ટમાં કરી હતી.

બે જજોની બનેલી ખંડપીઠે ગયા વર્ષે ઓગસ્ટમાં કેસની સુનાવણી પૂર્ણ કરી કરી હતી અને ચુકાદો રિઝર્વ રાખ્યો હતો.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here