જાણો 10 મી ફેબ્રુઆરી એ હાર્દિક પટેલ જીગ્નેશ મેવાણી શેની વિશાળ રેલી યોજશે ?

0
612
Advertisement
Loading...

પાલનપુર સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ કરવાના વિરોધમાં અંતર્ગત પાલનપુર શહેરમાં લોકોની મહારેલી નિકળશે. આ રેલીમાં હાર્દિક પટેલ અને ગોપાલ ઇટાલીયાએ ખુલ્લું સમર્થન આપ્યું છે. 10 ફેબ્રુઆરીએ વિશાળ રેલી નિકળશે.

ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ધારાસભ્ય તેમજ અનેક આગેવાનો હાજર આપશે. બનાસકાંઠા જિલ્લાના ધારાસભ્યઓ અને જીલ્લાના આગેવાનો સહીત મોટી સંખ્યામાં પ્રજા પણ ઉપસ્થિત રહી સિવિલ હોસ્પિટલના ખાનગીકરણની વિરુદ્ધમાં સિવિલ હોસ્પિટલથી કલેકટર કચેરી સુધી ઢોલનગારા સાથે રેલીનું આયોજન કરવા આવ્યું છે.

ગરીબો,બાળકો, વૃધ્ધો, સગર્ભાઓના સ્વપનાઓને જીવીત રાખતી જીલ્લાની એકમાત્ર સિવિલ હોસ્પિટલ પાલનપુરનુ ખાનગીકરણ અટકાવવા માટે જનતાએ જાગૃત થઈ વિરોધ નોંધાવી ગરીબ વિરોધી સરકાર સુધી આ અવાજ પહોંચાડવા અને સિવિલ હોસ્પિટલ પાલનપુરનું ખાનગીકરણ થતું અટકાવવા મહારેલીનું આયોજન 10 ફેબ્રુઆરીને શનિવારે સવારે 10 વાગ્યે સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે નિકળશે એવું સિવિલ બચાવો અભિયાન સમિતિના રમેશ નાભાણી અને સમીબેન ચૌહાણે જણાવ્યું હતું.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here