ઘરના 6 લાખ રૂપિયા વેપારી યુવકે સ્યુસાઈડ પહેલા લખ્યું, ‘મમ્મી મને માફ કરજો’

0
161
Advertisement
Loading...

કંકોત્રી પર ‘મમ્મી મને માફ કરજો’ એમ લખી સુરતના પાંડેસરાના યુવાને ઘરમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. માથે દેવું થઈ જતાં તેણે અંતિમ પગલું ભરી લીધું હોવાની શક્યતા પોલીસ વ્યક્ત કરી રહી છે.

પાંડેસરા ખાતેની આવિર્ભાવ સોસાયટીમાં રહેતા નિખિલ રામચંદ્ર ચાકલે (ઉં.વ. ૨૫)ની આજે બપોરે ઘરમાંથી ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. આજરોજ સવારે આઠથી બપોરના બે વાગ્યા દરમિયાન નિખિલે ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું પોલીસ જણાવી રહી છે. મૃતક નિખિલ માતા-પિતાનો એકનો એક પુત્ર હતો. તેના અકાળે મોતથી પરિવારના માથે આભ તૂટી પડયું છે.

બનાવની તપાસકર્તા પાંડેસરા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સંજયભાઈએ જણાવ્યું હતું કે, મૃતક નિખિલે ઘરના છ લાખ રૃપિયા વાપરી કાઢયા હતા. જેના થોડા દિવસો બાદ તેણે આત્યંતિક પગલું ભરી લીધું હતું. થોડા દિવસો પહેલાં પૈસાની વાતને લઈ ઘર છોડીને જતો રહેલો નિખિલ ઘરે પરત ફર્યા બાદ પેટીએમનું કામ કરી રહ્યો હતો. દરમિયાન આજરોજ તેણે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પરિવાર તરફથી કોઈ પાસેથી મૃતક નિખિલે પૈસા લીધા હતા કે નહી? તેની હાલ કોઈ માહિતી મળી નથી. હાલ, મૃતકના માથે દેવું હોવાની શક્યતા લાગી રહી છે. બનાવ અંગે તપાસ ચાલી રહી છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here