કોંગ્રેસ નેતા જિજ્ઞેશ મેવાસાએ એક યુવાન પર કર્યો હુમલો

0
195
Advertisement
Loading...

    સુરતઃ કોંગ્રેસ નેતા જિજ્ઞેશ મેવાસાએ રોનક નામનાં એક યુવાન પર જાનલેવા હુમલો કર્યો છે. મળતી માહિતી પ્રમાણે, જિજ્ઞેશ મેવાસાએ પોતાની કાર વડે રોનક નામનાં યુવકને જાનથી મારી નાખવાની કોશીશ કરી છે. પરંતુ રોનક બચી ગયો છે.

તેને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. એવી પણ માહિતી મળી છે કે રોનકને જિજ્ઞેશ મેવાસાની બહેન સાથે પ્રેમ સંબંધ છે. જેને લઈને જિજ્ઞેશે રોનક પર હુમલો કર્યો છે. આ સમગ્ર ઘટનાનાં CCTV પણ સામે આવ્યાં છે.

આ CCTVમાં જોઈ શકાય છે કે એક સોસાયટીનાં ગેટ પર ઊભેલા રોનકને જિજ્ઞેશ પોતાની કાર વડે ટક્કર મારે છે અને ત્યાર બાદ ફરાર થઈ જાય છે. જો કે હાલ આ સમગ્ર મામલે કતારગામ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here