કેન્દ્રએ હજની સબસીડી ખતમ કરી, સુપ્રીમે 2012માં આપ્યા હતા નિર્દેશ

0
201
Advertisement
Loading...

નવી દિલ્હી: હજયાત્રીઓ માટે મોદી સરકારે મંગળવારે એક મહત્વનો નિર્ણય લીધો છે. લઘુમતી બાબતોના કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું કે, આ વર્ષથી હજયાત્રા માટે સરકાર તરફથી સબસીડી મળવી બંધ થઇ જશે. તેમણે કહ્યું કે આ વર્ષે 1 લાખ 75 હજાર મુસ્લિમો હજયાત્રા કરવાના છે, જેઓ સબસીડી વગર જશે. હજયાત્રા માટે સબસીડી પર વાર્ષિક 700 કરોડનો ખર્ચ થાય છે. નકવીએ એમપણ જણાવ્યું કે, સબસીડીનો ફાયદો મુસ્લિમોને મળતો ન હતો. ઉલ્લેખનીય છે કે આઝાદી પછી પ્રથમ વખત હજયાત્રા પરથી સબસીડી સમાપ્ત થાય છે.

પ્રવીણ તોગડિયાએ કહ્યું- ‘દેર આયે દુરસ્ત આયે’

ગઇકાલથી ચર્ચામાં રહેલા બીજેપીના નેતા પ્રવીણ તોગડિયાએ સરકારે હજયાત્રીઓને સબસીડી બંધ કર્યા મામલે પોતાની પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું, “સરકારે સબસીડી કેન્સલ કરી, અભિનંદન, સ્વાગત. દેર આયે દુરસ્ત આયે. હિંદુઓના દબાણમાં લીધેલું આ પગલું હવે રામમંદિર અને ગૌહત્યાબંધી કાયદો આ જ સત્રમાં બનાવીને આગળ જશે એવી આશા. હજના બચેલા રૂપિયામાંથી અમુક હિન્દુ બાળકીઓને શિક્ષણ તો મળે.”

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here