કચ્છ : છસરામાં લઘુમતી-આહિરો વચ્ચે લોહિયાળ જંગ, ૬ના મોત

0
214
Advertisement
Loading...

કચ્છના મુન્દ્રા તાલુકાના છસરા ગામે જૂની અદાવતનું મનદુઃખ રાખીને કુંભાર અને આહિર યુવકો વચ્ચે ભાલા સહિતના જીવલેણ હથિયારો વડે લોહિયાળ ધિંગાણું ખેલાયું હતું. જેમાં છસરાના મહિલા સરપંચનો પુત્ર અને સસરાનું તેમજ આહિર જ્ઞાાતિના ચાર પિતરાઈ ભાઈઓ સહિત કુલ સાત વ્યક્તિઓને આ ધિંગાણાંમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમાંથી છ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે એક મુસ્લિમ યુવકની આ અથડામણમાં ગંભીર ઈજા પહોંચવાના કારણે તેને સારવાર અર્થે ભૂજની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.મુન્દ્રા તાલુકાના છસરા ગામે અગાઉના ઝઘડાને લઈને બે જૂથ વચ્ચે ઘાતક હથિયારો સાથે ખૂની ખેલ ખેલાયો હતો.

મંગળવારે મોડી રાત્રે આહિર સમાજના ચાર યુવકો પોતાના ખેતરેથી ઘરે આવતા હતા ત્યારે પૂર્વ તૈયારીઓ સાથે જૂની અદાવતનું વેર વાળવા માટે સરપંચના પુત્ર અને તેના દાદા તથા અન્ય ઈસમોએ હથીયારો લઈને ઝઘડો શરૃ કર્યો હતો. સામા પક્ષે આહિર યુવકોએ પણ તેમના મિત્રોને બોલાવી ઝઘડાને ગંભીર રૃપ આપ્યું હતું.

આ સશસ્ત્ર ધિંગાણાંમાં બે સગા આહિર ભાઈઓ તથા બે પિતરાઈ ભાઈઓ તેમજ સામાપક્ષે સરપંચ પુત્ર અને તેના દાદાને ગંભીર ઈજાઓ થતાં મુન્દ્રા સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ ભર્યા હતા. આ ઘટના બાદ સમગ્ર ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. ૈંય્ ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો ગામમાં કેમ્પ બનાવ્યો. ભૂજના જીઁ ભરાડા પણ ઘટના સ્થળે હાજર થઈ ગયા હતા. ગામમાં પોલીસના ધાડેધાડા ગોઠવાઈ ગયા છે. જો કે, વાતાવરણ શાંત રહે તે હેતુથી પોલીસ કાર્યરત છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here