આજે ક્યાંક જવાના હોવ તો આ વાંચી લેજો, પદ્માવતના વિરોધને કારણે ST રૂટ બંધ કરાયા

0
125
Advertisement
Loading...

પદ્માવત ફિલ્મના રીલિઝને લઇને ચાલી રહેલા વિવાદને કારણે કરણી સેનાનો વિરોધ ઉગ્ર બની રહ્યો છે, તો બીજી તરફ ગુજરાતના નાગરિકોને તેની અસર થઈ રહી છે. ગઈકાલે કરણી સેનાના કાર્યકરાઓ ઠેકઠેકાણે વિરોધ પ્રદર્શનો કરી તોડફોડ કરી હતી. તેમજ એસટી બસોને પણ આગ લગાવી હતી. મહેસાણા જિલ્લામાં વિરોધ ઉગ્ર બનતા જિલ્લામાં ત્રણ બસોમાં આગ ચંપી બાદ જીલ્લાની તમામ એસટી સેવા મોડી રાતથી બંદ કરી દેવાઈ છે.

ગઈકાલે ત્રણ બસોને આગને હવાલે કરતા સુરક્ષાને ધ્યાનમાં લઇ સમગ્ર મહેસાણા જિલ્લામાં એસટી સેવા હાલ બંધ કરી દેવામાં આવી છે. તેમજ બસ ડેપો અને બસ સ્ટેન્ડ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ દેવાયો છે. મહેસાણાના કડી વિજાપુર, બહુચારજી, ઊંઝા, વિસનગર, ખેરાલુ, સતલાસણા સહિત પાલનપુર અને પાટણ જિલ્લામાં પણ એસટીના પૈડા થંભાવી દેવામાં આવ્યા છે. જેના પગલે મુસાફરો પરેશાન થઇ રહ્યા છે

ક્યાં ક્યાં બસો બંધ કરાઈ

  • બનાસકાંઠામાં પદ્માવત ફિલ્મ વિરોધને પગલે જિલ્લામાં 100 થી વધુ બસોના રૂટ બંધ કરાયા. પાલનપુરથી અમદાવાદ જતી એક્સપ્રેસ બસો બંધ કરાઈ છે. અંબાજીથી અમદાવાદ જતી બસો પણ બંધ કરાઈ છે.

    જિલ્લા માં વિરોધના પગલે તકેદારીના ભાગ રૂપે 100 જેટલી બસો બંધ કરાઈ જેને પગલે મુસાફરોને હાલાકી વેઠવી પડી રહી છે.

  • હિંમતનગર ST ડેપોની રૂટની બસ સેવા બંધ કરાઈ છે. જેમાં મોડાસા, ઈડર રૂટ સિવાયના તમામ રૂટ બંધ કરાયા છે. પદ્માવતના વિરોધને જોતા આ નિર્ણય લેવાયો છે.
  • ઉત્તર ગુજરાત તરફ જતી ST બસોની સર્વિસ બંધ કરી દેવાઈ છે. પદ્માવત ફિલ્મનાં વિરોધને જોતા તકેદારીનાં ભાગરૂપે એસટી તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે.

    મહેસાણા, પાલનપુર, કડી, કલોલ તરફની ST બસ બંધ કરાઈ છે.

  • પાટણ ST ડેપોની તમામ રૂટની બસ સેવા બંધ કરાઈ છે. મહેસાણા ડિવિઝનની સૂચના મળ્યા બાદ જ આ સેવાઓ ફરીથી કાર્યરત કરવામાં આવશે.
Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here