અમદાવાદમાં સપાટો બોલાવનાર કમિશનરોએ બદલની વાતને લઈને શું કહ્યું ?

0
102
Advertisement
Loading...

અમદાવાદ પોલીસ કમિશનર એ.કે.સિંઘ અને મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાને અમદાવાદીઓનું અભૂતપૂર્વ જનસમર્થન મળ્યું છે. હાઈકોર્ટના આદેશ બાદ બંન્ને ઓફિસરે અમદાવાદને ટ્રાફિક અને દબાણમુક્ત કરવા મહાઅભિયાન શરૂ કર્યું છે જેના કારણે કેટલાક રાજકારણીઓના પેટમાં તેલ રેડાયું છે.

બંન્નેને અધિકારીઓને ડેપ્યુટેશન પર દિલ્હી મોકલવા પ્રયાસ શરૂ કર્યાના સમાચાર વહેતા થયા હતા. જોકે તેમને રોકવા અમદાવાદીઓ આગળ આવ્યા હતા અને સોશિયલ મીડિયામાં બંન્ને ઓફિસરના ફોટાવાળી ક્લીપમાં તેમના ફોન નંબર જાહેર થયા હતા. જોકે હવે એવું જાણવા મળ્યું કે હાલ ચાલી રહેલ ટ્રાફિક ઝુંબેશને કારણે આ બન્ને અધિકારીની બદલી થશે નહીં.

પોલીસ કમિશનર એ.કે.સિંઘે જણાવ્યું હતું કે, છેલ્લા 12 કલાકમાં તેમના પર 5000 જેટલા કોલ્સ અને મેસેજ મળ્યાં હતા. જ્યારે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાને બે હજાર જેટલા કોલ અને મેસેજ મળ્યાં હતા જ્યારે હજુ પણ ફોન ચાલુ જ છે. બંન્ને ઓફિસરે અપીલ કરી હતી કે, લોકોની લાગણી સરાહનીય છે પણ અભિનંદન, શુભેચ્છા કે લાગણી પહોંચાડવા પર્સનલ નંબર પર કોઈ પણ નાગરિક ફોન કરે નહીં.

પોલીસ કમિશનર એ.કે.સિંઘે જણાવ્યું હતું કે, મારી પર અભિનંદન, શુભેચ્છા આપવા છેલ્લા બાર કલાકમાં દર બે સેકન્ડે એક ફોન આવે છે. લોકોની લાગણીને બિરદાવુ છું પણ મારી નાગરિકોને વિનંતી છે કે, તમારે પોલીસની મદદ જોઈતી હોય તો 100 નંબર પર ડાયલ કરો, ટ્રાફિકની સમસ્યા હોય તો 1095 પર ફોન કરે, મારી કામગીરીને બિરદાવવા કે અભિનંદ આપવા મને કોઈ નાગરિક ફોન કરે નહીં.

આવુ ચાલુ રહેશે તો ક્યારેક ઈમરજન્સી ફોન આવશે તો મારે ટાળવો પડશે. સારી કામગીરી બિરદાવવાનું ટાળો. કમિશનર તરીકે મારા ધ્યાન પર લાવવા જેવી ગંભીર બાબત લાગે તો જ મને ફોન કરવો. ચાર મહિના પહેલા એમ્પેનલમેન્ટમાં મારું નામ આવ્યું છે. કેન્દ્રને મારી સેવાની જરૂર જણાશે તો મારી બદલી ત્યાં થઈ શકે. પરંતુ ટ્રાફિકની ઝુંબેશને અનુલક્ષીને કોઈ બદલી નથી.

મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું હતું કે, કામગીરી બિરદાવતા અને શુભેચ્છા આપતા સંખ્યાબંધ ફોનકોલ્સ, વોટસએપ અને ટેક્ટ મેસેજીસ મળ્યાં છે. મારી નાગરિકોને નમ્ર અપીલ છે કે, મને સીધો ફોન કરવાનું ટાળે. જો લાગણી પહોંચાડવી હોય તો અન્ય એક વોટ્સએપ નંબર જાહેર કર્યો છે.

જ્યાં લોકો પોતાના ફીડબેક અને સજેશન પણ આપી શકે છે. લોકોની અપેક્ષાઓ ખૂબ જ વધી છે જેને પૂરી કરવા મારા પ્રયાસ ચાલુ રહેશે અને એવા કેમ્પેઈન પણ લોંચ કરીશું છે કે જેમાં મોટા પાયે લોકો જોડાઈ શકે. સરકારી પ્રક્રિયા મુજબ મારું કેન્દ્રમાં એમપેનલમેન્ટમાં નામ આવ્યું છે તેનો અર્થ બદલીનો થતો નથી.

નોધનીય છે કે ટ્રાફિક, પાર્કિંગ અને ગેરકાયદે બાંધકામ અંગે ઝુંબેશ ઉપાડનાર પોલીસ કમિશનર એ.કે. સિંઘ અને મ્યુનિ. કમિશનર વિજય નેહરાને હવે દિલ્હી મોકલવા માટે તખ્તો ઘડાઈ રહ્યો છે. આ બંને કમિશનરો કોઇના પણ દબાણને વશ ન થતા હોવાથી કેટલાક રાજકારણીઓ અને મોટા માથાંઓનાં પેટમાં તેલ રેડાયું છે. જેથી બન્નેને હટાવવા માટે દિલ્હી ડેપ્યુટેશન પર મોકલવા તજવીજ શરૂ કરાઈ છે.

બન્ને કમિશનરે શરૂ કરેલી ઝુંબેશથી કેટલાક રાજકારણીઓમા ખલબલી

ટ્રાફિક, પાર્કિંગ અને ગેરકાયદે બાંધકામ મુદ્દે શરૂ થયેલી ઝુંબેશના પહેલા જ દિવસે પોલીસ કમિશનર એ.કે. સિંઘ અને મ્યુનિ. કમિશનર વિજય નહેરાએ કહી દીઘું હતું કે, હવે આ કાર્યવાહી કોઇપણ હિસાબે રોકવામાં નહીં આવે. તેમ છતાં આ બન્ને કમિશનરોની વાતને લોકોએ બહુ જ સામાન્ય લીધી હતી, પરંતુ દિવસો જતા હવે આ બન્ને કમિશનરો કોઈને પણ તાબે થતાં નહીં હોવાથી બન્નેને હટાવવા કવાયત શરૂ કરાઈ છે. જેના ભાગરૂપે વિજય નહેરાનું નામ દિલ્હી જોઇન્ટ સેક્રેટરીની એમપેનલમેન્ટમાં મૂકવામાં આવ્યું છે. જ્યારે એ.કે.સિંઘે ડેપ્યુટેશન ઉપર દિલ્હી જવા એક માસ અગાઉ માંગણી કરી છે. જને ધ્યાનમાં રાખી એ.કે.સિંઘને 15 ઓગસ્ટ સુધીમાં દિલ્હી મોકલી દેવાય તેવી પોલીસ બેડામાં ચર્ચા શરૂ થઈ છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here