અમદાવાદમાં પદ્માવત ફિલ્મનો વિરોધ, PVR સિનેમામાં પથ્થરમારો, બાઇકો

0
287
Advertisement
Loading...

અમદાવાદઃ પદ્માવત ફિલ્મનો દેશભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા PVR સિનેમામાં ટોળાએ પથ્થરમારો કર્યો છે.

પદ્માવતના વિરોધમાં ટોળાએ ઉગ્ર સુત્રોચ્ચાર સાથે પથ્થરમારો કર્યો છે. રોષે ભરાયેલા ટોળાએ કેટલાક વાહનોમાં આગ પણ લગાવી હતી. હાલ સમગ્ર મામલો ઠંડો પાડવા માટે પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે.

સમગ્રદેશમાં સુપ્રીમકોર્ટના આદેશ પછી પદ્માવત ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. ત્યારે જે મલ્ટિપ્લેક્સ સિનેમાગૃહો પર આ ફિલ્મ રિલીઝ કરવાની છે તેવા મલ્ટિ પ્લેક્સ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

જેને લઈને કાયદોને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને ગુજરાત પોલીસ પણ સતર્ક બની છે. આવા મલ્ટિપ્લેક્સ સિનેમાગૃહો ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી લીધો છે.

કેન્ડલ માર્ચ કર્યા બાદ ટોળું વિરોધપ્રદર્શન કરવા માટે મોલ તરફ વળ્યું. શાંતિથી થઈ રહેલું વિરોધ પ્રદર્શન અચાનક આક્રમક બની ગયું. મોલમાં કાચની તોડફોડ અને ત્યાર બાદ નજીકમાં પડેલા કેટલાક બાઈકમાં આગ ચંપી કરી હતી.

મંગળવારે મોડી સાંજે એસ.જી.હાઈવે પર આવેલા ઈસ્કોન સર્કલ પાસે કરણીસેના દ્વારા કેન્ડલમાર્ચ કરી શાંતિથી વિરોધપ્રદર્શન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો


મોલમાં તોડફોડ કર્યા બાદ પ્રદર્શનકારીઓ એ બીઆરટીએસ બસ રોકી મુસાફરોને નીચે ઉતારી બસને નિશાન બનાવવાનો પ્રયત્ન પણ કર્યો. જોકે પોલીસ આવી પહોંચી. પરિસ્થિતી કંટ્રલો કરવા માટે પ્રયત્નો ચાલી રહ્યા છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here