જાણો કોણે આપી વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને લીગલ નોટિસ

0
102
Advertisement
Loading...

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં અનુષ્કા એક શખ્સને રોડ પર કચરો ફેંકવાની બાબતે ઠપકો આપી રહી છે. ત્યારે હવે અરહાન સિંહ નામના આ શખ્સે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને લીગલ નોટિસ આપી છે.

અરહાને એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, “આ મામલે હાલ હું કોઈ કમેન્ટ નથી કરવા માગતો. મેં તેમને નોટિસ મોકલી છે, હવે તેમના જવાબની રાહ જોઉં છું.” જણાવી દઈએ કે વિરાટ કોહલી ઈંગ્લેન્ડના પ્રવાસે છે અને અનુષ્કા જલ્દી જ વિરાટને જોઈન કરશે. અરહાનને અનુષ્કાએ રસ્તા વચ્ચે ખખડાવ્યો હતો, જેનો વીડિયો વિરાટે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.

અનુષ્કાનો વીડિયો વાયરલ થયા બાદ અરહાને સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી હતી. તેણે લખ્યું કે, “મે ભૂલથી ડ્રાઈવ કરતી વખતે પ્લાસ્ટિકનો ટુકડો રોડ પર ફેંક્યો. ત્યારે જ ત્યાંથી પસાર થતી કારમાંથી અનુષ્કા ચીસો પાડીને મને આ વિશે ધમકાવ્યો. આ ભૂલ માટે હું માફી માગું છું, પરંતુ આ કચરો એ કચરાથી ઓછો હતો જે અનુષ્કાના મોઢેથી નીકળ્યો હતો. કે પછી વિરાટ કોહલીના કચરાથી ભરેલા દિમાગ કરતા ઓછો હતો, જેણે આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો.”

અરહાન બાદ તેની માતાએ પણ ‘વિરુષ્કા’ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, “સફાઈના નામે આ પ્રકારે સસ્તી પ્રસિદ્ધિ મેળવી તે ખૂબ નિમ્ન કક્ષાનું છે. તમે પોતાની ફેન ફોલોઈંગ વધારવા માટે મારા દીકરાને ખરાબ ચિતર્યો.”

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here